Plastic Bottle: જૂની પ્લાસ્ટીકની બોટલોને ફેંકી ન દો, તેનો આ રીતે ફરીથી ઉપયોગ કરો


By Vanraj Dabhi03, Jan 2025 11:46 AMgujaratijagran.com

નકામી વસ્તુઓ ફેંકી દઈએ છીએ

આપણે ઘણીવાર ઘરમાં રહેલી કેટલી જૂની વસ્તુઓને નકામી સમજીને ફેંકી દઈએ છીએ. પરંતુ આજે અમે તેનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીશું.

પ્લાસ્ટીકની બોટલનો રી યુઝ

મોટાભાગના લોકો પાણીની બોટલોને નકામી ગણીને ફેંકી દે છે, પરંતુ આ બોટલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. પાણીની બોટલનો ઉપયોગ કરવાની કેટલીક સાચી રીતો જણાવીએ.

આ રીતે વેસ્ટ બોટલનો ઉપયોગ કરો

તમે બગડેલી બોટલનો ઉપયોગ ઘરે છોડ રોપવા માટે કરી શકો છો.

બાટલીઓ વડે બગીચાની બાઉન્ડ્રી બનાવો

તમે બગીચાની બાઉન્ડ્રી બનાવવા અને નાના છોડ રોપવા માટે આ બોટલોને કટ કરી તેના પર પેઇન્ટ કરી તેનો ઉપયોગ કરી શકો છો.

લેમ્પ સ્ટેન્ડ બનાવો

જો તમને ઘરની સજાવટ ગમે છે, તો વેસ્ટ બોટલનો ઉપયોગ લેમ્પ સ્ટેન્ડ અને કેન્ડલ સ્ટેન્ડ બનાવી શકો છો.

મસાલા સ્ટોક કરો

તમે ફ્રિજમાં અથવા નાની વસ્તુઓ રાખવા માટે પ્લાસ્ટિક અથવા કાચની બોટલનો ફરીથી ઉપયોગ કરી શકો છો. તમે રસોડામાં આ બોટલોમાં છૂટા મસાલા પણ સ્ટોર કરી શકો છો.

બર્ડ ફીડર

આ બોટલોમાંથી તમે સરળતાથી બર્ડ ફીડર બનાવી શકો છો. આ માટે બોટલને કાપીને તેમાં પાણી ભરો અને બાજુમાં અનાજ કે બાજરી રાખો, જેથી પક્ષીઓ આવીને આરામથી ખાઈ-પી શકે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Potato Boiling Recipe: 5 મિનિટમાં બટાકા છૂંદાયા વગર બફાઈ જશે, આ છે ટ્રીક અજમાવો