Potato Boiling Recipe: 5 મિનિટમાં બટાકા છૂંદાયા વગર બફાઈ જશે, આ છે ટ્રીક અજમાવો


By Vanraj Dabhi02, Jan 2025 06:19 PMgujaratijagran.com

બટાકા બાફવાની ટ્રીક

બટાકાને બાફવામાં 12 થી 15 મિનિટ જેટલો સમય લાગે છે, પરંતુ જો તમે ઉતાવળમાં છો અને બટાકા બાફવા માંગો છો, તો 5 મિનિટમાં બટાકાને છૂંદાયા વિના બાફવાની ટ્રિક જાણી લો.

બાફેલા બટાકાને ફોલવા ટ્રીક

બટાકા બાફીને અનેક પ્રકારે ઉપયોગમાં લેવાય છે. પરંતુ બટાકા બફાઇ જાય પછી છાલ કાઢવામાં અને મેશ કરવામાં અનેક તકલીફ પડે છે. તમે આ ટ્રિક અજમાવો.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક સરખા માપના બટાકા લો અને બટાકાને એક-બે વાર પાણીથી સારી રીતે ધોઈ લો.

સ્ટેપ-2

ધોયા બાદ બટાકાને એક કુકરમાં નાખી તેમાં મીઠું, પાણી અને લીંબુ ઉમેરો.

સ્ટેપ-3

હવે કુકરનું ઢાંકણ બંધ કરીને તેને હાઈ ફ્લેમ પર કૂકરની એક સીટી વગાડ્યા બાદ ગેસ બંધ કરી દો.

સ્ટેપ-4

હવે કૂકરનું પ્રેશર કાઢી અને ઢાંકણ ખોલશો તો બટાકા બફાઈ ગયા હશે.

ટિપ્સ

બટાકા બાફતી વખતે તેમાં લીંબુ, બેકિંગ સોડા પણ ઉપયોગ કરી શકો છો, જેનાથી તે છૂંદાયા વગર ઝડપથી બફાઈ જાય છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી ટિપ્સ એન્ડ ટ્રીક્સ જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Weight Loss Drinks: શિયાળામાં પેટની ચરબી ઘટાડવા માટે હોમ મેઈડ ડ્રિંક્સ