સફેદ કપડાં ઘણીવાર પીળા થઈ જાય છે.તે કપડાંની ચમક સાથે તમારો લુક પણ બગાડે છે. તેથી સફેદ કપડાં સાફ કરવા માટે આ યુક્તિઓ અજમાવો.
પીળા થઈ ગયેલા સફેદ કપડાંને સાફ કરવા માટે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે.
તમે પીળા થઈ ગયેલા કપડાંને સફેદ કરવા માટે ગરમ પાણીમાં અડધો કપ લીંબુનો રસ મિક્સ કરીને પછી કપડાંને એક કલાક પલાળી રાખો અને પાણી વડે ધોઈ લો.
તમે લીંબુના રસની વિનેગરનો ઉપયોગ કરીને કપડાંને પલાળી રાખ્યા બાદ સ્વચ્છ પાણીથી ધોઈ લો.
સફેદ કપડાંને તડકામાં સૂકવવાથી તેનો રંગ જળવાઈ રહે છે. આ સિવાય કપડામાંથી દુર્ગંધ પણ દૂર થઈ જશે.
ઘણા લોકો બધા કપડા એક સાથે ધોતા હોય છે આ ભૂલના કારણે સફેદ રંગના કપડાંમાં અન્ય રંગો મિક્સ થઈ જાય છે.
તમારે સફેદ કપડાં સાફ કરવા માટે કપડાં પરના લેબલની સૂચનાઓ વાંચીને સાફ કરવા જોઈએ.આ ઉપરાંત તમારે ડ્રાયરમાંથી તમારા થોડા ભીના કપડા બહાર કાઢી લો.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.