હળદરના ડાઘ કપડા પર લાગી જાય પછી તેને કાઢવા અઘરુ બની જાય છે,જો તમારા કપડા પર પણ હળદરનો ડાઘ લાગી ગયો હોય અને સાબુ કે ડીટર્જન્ટથી પણ ન નીકળતો હોય તો આ ઘરેલું ઉપચાર તમે અપનાવી શકો છો.
જ્યાં હળદરના ડાઘ હોય ત્યાં પેસ્ટ લગાવી તેને 5 મિનિટ સુધી ઘસો. હવે લગભગ 10 મિનિટ માટે આ રીતે રહેવા દો. ત્યાર પછી તેને ધોઈ તડકામાં સુકવી લો
લિક્વિડ ડિટર્જન્ટ લગાવો અને હળદરના ડાઘવાળા ઘસીને સાફ કરો અને જો હળદરમાં તેલ હોય તેને કોર્ન સ્ટાર્ચથી સાફ કરો. કોર્ન સ્ટાર્ચને 20 મિનિટ સુધી કપડા પર રહેવા દો અને પછી તેને સાબુથી ધોઈ લો.
જો તમારા કપડા પર શાક કે હળદર ઢોળાઈ જાય તો તરત તે જગ્યા પર લીંબુ ઘસો અથવા બરફના ટુકડાનો ઉપયોગ કરો.
ડાઘ વાળા કપડાને ઠંડા પાણીમાં ડુબાડીને થોડી વાર રહેવા દો, અને પછી તેને સાબુથી ધોઈ કાઢો. ઠંડા પાણીથી ડાઘ આછો થઈ જાય છે.
2 ચમચી સફેદ વિનેગરમાં 1 ચમચી ડિશ વોશિંગ લિક્વિડ સોપ મિક્સ કરીને જ્યાં ડાઘ હોય ત્યાં લગાવો. લગભગ 30 મિનિટ માટે આ રીતે રહેવા દો અને ચોખ્ખા પાણીથી ધોઈ લો