ગરમીમાં પરસેવાની દુર્ગંધ કેવી રીતે દૂર કરવી?


By Hariom Sharma2023-05-09, 21:28 ISTgujaratijagran.com

લીંબુ લગાવો

ગરમીમાં પરસેવાની સ્મેલને દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરી શકો છો.લીંબુના એન્ટિઓક્સિડેન્ટ ગુણ પરેસવામાં રહેલા બેક્ટેરિયાને ઘટાડી શકે છે, જેનાથી પરસેવાની દુર્ગંધમાં રાહત મળે છે.

સ્નાન જરૂરી

જો તમને ખૂબ જ પરસેવો થાય છે તે દિવસામાં 1થી 2 વાર જરૂર નાહવું જોઇએ. નાહવાથી પરસેવો અને તેની દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે.

ખૂલતા કપડા

હળવા રંગના ખુલ્લા કપડા પહેરાથી પરસેવાથી છુટકારો મળે છે. ખાસ કરીને કોટનના કપડા પરસેવો શોષે છે અને વધુ પરસેવાથી તમને બચાવે છે.

બેકિંગ સોડા

એન્ટિ ફંગલ પ્રોપર્ટીથી ભરપૂપર બેકિંગ સોડા પસેવાની દુર્ગંધથી છુટકારો અપાવે છે. બેકિંગ સોડામાં લીંબુનો રસ અને એક ચમચી જેટલું પાણી મિક્સ કરીને લગાવાથી પરસેવાની દુર્ગંધથી રાહત મેળવી શકાય છે.

લીમડો

પરેસવાથી છુટકારો મેળવવા માટે લીમડાના પાણીથી સ્નાન કરવું. પાણીમાં લીમડાના પાંદડા ઉકાળી લો, ત્યાર બાદ પાણી ઠંડુ થયા બાદ આ પાણીથી નાહવાથી ફાયદો મળશે.

એપ્પલ સાઇડર વિનેગર

એપ્પલ વિનેગરની મદદથી પણ પરસેવાથી સમસ્યામાં દૂર કરી શકાય છે. આ માટે કોટનની મદદથી એપ્પલ વિનેગર લગાવવાથી પસેવાની દુર્ગંધ દૂર કરી શકાય છે.

કૃતિ ખરબંદા ટ્રેડિશનલ લુક્સમાં દેખાય છે ઘણી ખૂબસૂરત