ચશ્મા લગાવવાથી નાક પર થતો દુખાવો કેવી રીતે દૂર કરવો?
By Hariom Sharma2023-05-09, 21:55 ISTgujaratijagran.com
મધ છે ફાયદાકારક
મધમાં દુખાવો અને બાળતરાથી રાહત અપાવે તેવા ગુણ હોય છે. મધ દ્વારા તમારા નાક અને આંખોની આજુ-બાજુ મસાજ કરો.
નારિયળ તેલ
આમા એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ ભરપૂર માત્રામાં રહેલા હોય છે. કોકોનટ ઓઇલની માલીશ કરવાથી કોઇ પણ પ્રકારનો દુખાવો દૂર કરી શકાય છે. આને હળવા હાથ દ્વારા તમારા નાક ઉપર માલીશ કરો.
સતત ચશ્મા પહેરીને ના રાખો
ચશ્માને સતત લગાવીને રાખવાથી પણ નાક ઉપર દુખાવો થાય છે. જ્યારે જરૂરત પડે ત્યારે જ ચશ્મા પહેરો. કામ પત્યા પછી ચશ્મા ઉતાર દો.
ફ્રેમનું ધ્યાન રાખો
ચશ્મા બનાવતા સમયે તેની ફ્રેમનું ખાસ ધ્યાન રાખો. સોફ્ટ ફ્રેમ લો જેનાથી તમારી નાક ઉપર દુખાવો ના થાય, અને નાક ઉપર ડાઘા પણ ના પડે.
શેક કરો
ચશ્મા લગાવવાથી નાક ઉપર દુખાવો રહે છે તો ઠંડો શેક કરો. આનાથી મસલ્સને આરામ મળશે અને દુખાવો દૂર થશે.