ઘરમાં ઉધઈનો ત્રાસ વધી ગયો હોય તો આ રીતે છુટકારો મેળવવો


By Smith Taral12, Jun 2024 01:08 PMgujaratijagran.com

ઉધઈ ઘરમાં રાખેલા મોંઘા ફર્નિચરન અને લાકડાની અન્ય વસ્તુઓને ભારે નુકસાન પહોંચાડે છે. જો તમે પણ ઉધઈના આ ત્રાસથી કંટાળી ગયા હોય તો આ સરળ અને અસરકારક ઉપાયો અજમાવી શકો છો

લીમડાનું તેલ

લીમડાના તેલમાં એન્ટી બેક્ટેરીયલ ગુણો રહેલા હોય છે. જ્યાં વધુ ઉધઈ આવતી હોય તે લાકડા અને આસપાસની જગ્યા પર લીમડાનું તેલ લગાવી લો આનાથી ઉધઈ દૂર રહે છે.

લવિંગનું તેલ

લવિંગનું તેલ ઉધઈ આવતી હોય તે જગ્યા પર છંટકાવ કરો આનાથી ઉધઈનો ઉપદ્રવ ઓછો થાય છે.

વાઈટ વિનેગર

વાઈટ વિનેગર અને પાણીને મીકસ કરીને તેને સ્પ્રે બોટલમાં ભરી લો અને તેને ઉધઈવાળી જગ્યા પર સ્પ્રે કરો. આ એક અસરકારક ઘરેલું ઉપાય છે જે ઉધઈથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

સૂકા લાકડા ન રાખશો

તમારા ઘરની આસપાસ સૂકા લાકડાનો ઢગલો ન કરશો આ ઉધઈને આકર્ષે છે અને પછી તે ઘરમાં પ્રવેશે છે

સૂકા લાકડા ન રાખશો

તમારા ઘરની આસપાસ સૂકા લાકડાનો ઢગલો ન કરશો આ ઉધઈને આકર્ષે છે અને પછી તે ઘરમાં પ્રવેશે છે

ભેજ ઘટાડવો

ભેજવાળી જગ્યા પર ઉધઈ વધુ ઝડપથી વધે છે તેથી, ઘરમાં ભેજ ઘટાડવા, વેન્ટિલેશન સારુ અને લિકેજની સમસ્યાનો તરત નિકાલ લાવો

જો તવામાંથી કાળાશ અને ગ્રીસ ઉતરતી ન હોય તો આ 5 હેક્સ અજમાવો