સફેદ કપડામાંથી ડાઘ દૂર કરવા માટે આપણે અવનવી વસ્તુઓ ટ્રાય કરતા હોય છીએ, આ ઘરેલું ઉપાય અજમાવો.
કપડાં પર તેલ અને ગ્રીસના ડાઘ સાફ કરવા માટે તમે મીઠું અને લીંબુનો ઉપયોગ કરી શકો છો.
કપડાંમાંથી ગુટખા અને પાન-મસાલાના ડાઘ દૂર કરવા દહીંનો ઉપયોગ શ્રેષ્ઠ રહેશે.
જો કપડાં પર ચા કે કોફીના ડાઘ હોય તો તમે હૂંફાળા પાણીમાં પલાળીને સાબુ કે ડિટર્જન્ટ લગાવીને હળવા હાથે ઘસવાથી ડાઘ દૂર થઈ જશે.
કપડાં પરથી હઠીલા ડાઘ દૂર કરવા માટે પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને કપડાને પલાળીને સામાન્ય રીતે કપડાં ધોઈ લો.
કપડાંમાંથી પેઇન્ટના નિશાન દૂર કરવા માટે તમે કેરોસીનનો ઉપયોગ કરી શકો છો.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.