કપડા પરના જિદ્દી ડાઘ દૂર કરવાની ટીપ્સ જાણી લો


By Smith Taral27, Aug 2024 04:22 PMgujaratijagran.com

ઘણીવાર ચા અથવ કોફીના જિદ્દી ડાઘ કપડા પરથી જતા નથી એમા પણ જો નવા કપડા પર ડાઘ પડી જાય તો ખૂબ દુઃખ થાય છે. આ સ્ટોરીમાં આપણે કેટલી કલીનિંગ ટિપ્સ વિશે જાણીશું, જે તમને સરળતાથી કપડા પરના ડાઘ દૂર કરવામાં મદદ કરશે.

તેલ અથવા ગ્રીસના ડાઘ

જો કપડાં પર તેલ કે ગ્રીસના ડાઘ પડી ગયા હોય તો તેને દૂર કરવા માટે મીઠું અને લીંબુનો ઉપયોગ કરો. લીંબુની જગ્યાએ આલ્કોહોલનો પણ તમે ઉપયોગ કરી શકો છો.

પાન-ગુટખાના ડાઘા

પાન ગુટખાના હઠીલા ડાઘ સાફ કરવા માટે કપડાને 10 થી 15 મિનિટ ખાટા દહીં કે છાશમાં પલાળી રાખો. પછી તે ડાઘને હળવા હાથે ઘસીને સાફ કરો.

ચા-કોફીના ડાઘ

ચા, કોફી અથવા કોઈપણ ડાઘને દૂર કરવા માટે તેને તરતજ હુંફાળા પાણીમાં પલાળી દો. બાદમાં સાબુ અથવા ડિટર્જન્ટ પાવડર લગાવી ઘસીને સાફ કરો

સહીના ડાઘ

કપડા પર સહીના ડાઘ દૂર કરવા માટે ડિટર્જન્ટ પાવડરમાં વિનેગર મિક્સ કરીને કપડાના ડાઘાવાળી જગ્યા પર ઘસો. બાદમાં કપડાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

Get Rid of Rats: ઉંદર ભગાડવાનો દેશી ઉપાય