Get Rid of Rats: ઉંદર ભગાડવાનો દેશી ઉપાય


By Vanraj Dabhi27, Aug 2024 04:20 PMgujaratijagran.com

ઉંદર ભગાડવાનો ઉપાય

ઉંદર એક એવું પ્રાણી છે જે બધી વસ્તુ બગાડી નાખે છે. તેનાથી ઘરમાં ઘણું નુકસાન થાય છે. ઘરમાંથી ઉંદર દૂર કરવા માટે આ ઉપાય અજમાવી શકો છો.

ઉંદરોનો આતંક

ઉંદરોનું વારંવાર ઘરમાં પ્રવેશવું સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે તેઓ વસ્તુઓને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે, ત્યારે તેને ઘરની બહાર ફેંકી દેવું જરૂરી બની જાય છે.

લસણનો ઉપયોગ

લસણ ભોજનનો સ્વાદ વધારે છે, તેની સુગંધથી ઘરમાં રહેલ ઉંદરોને પસંદ નથી આવતી.તેથી તેના ઉપયોગથી ઉંદરોને ભગાડી શકાય છે.

મુખ્ય દરવાજા પર લસણ રાખો

ઘરના પ્રવેશદ્વાર પર લસણની કળી રાખો, તેની ગંધથી ઉંદરો ઘરની અંદર નહીં આવે.

ઉંદરો હોય ત્યાં લસણ રાખો

જ્યાં ઉંદરો આવતા હોય ત્યાં લસણની કળી રાખો, ઉંદરોને તેની સુગંધ ગમતી નથી, તેથી તે ઘરની નજીક નહીં આવે.

લસણનો સ્પ્રે બનાવો

લસણને વાટીને પાણીમાં નાખી આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને ઉંદરો આવતા હોય ત્યાં છાંટો જેનાથી દૂર રહેશે.

લસણ કાપો

લસણની કળી કાપીને તે જગ્યાએ રાખો જ્યાં ઉંદરો સૌથી વધુ આવે છે. તેની ગંધ ઉંદરોને ઘરથી દૂર ભાગી જશે.

ઉંદરો ઘરેમાંથી ભાગી જશે

તમે ઘરમાં આવતા ઉંદરોને દૂર કરવા માટે લસણના આ ઉપાયનો પણ ઉપયોગ કરી શકો છો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દરરોજ 10 મિનિટ આ કસરત કરો, વજનમાં ઘટાડો થશે