દરરોજ 10 મિનિટ આ કસરત કરો, વજનમાં ઘટાડો થશે


By Smith Taral27, Aug 2024 04:12 PMgujaratijagran.com

વજન ઘટાડવા માટે કસરત સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. તંદુરસ્ત ખાન પાન સાથે નિયમિત કસરત કરવી પણ એટલીજ જરૂરી છે. જો તમને દરરોજ 10 મિનિટ માટે આ કસરત કરો છો તો તમને વજન ઘટાડવામાં ઘણી મદદ મળી શકે છે

પ્લેંક

પેટની ચરબી અને વજન ઘટાડવા માટે, નિયમિ રીતે પ્લેંક કરવું જરૂરી છે. આ કસરત પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે. દરરોજ 30 સેકન્ડ માટે 5 વખત કરો આ કસરત કરો.

ડબલ લેગ સ્ટ્રેચ

આ કસરત પેટની ચરબીનેને ઓછું કરવા પર ટાર્ગેટ કરે છે. દરરોજ 10 વાર ડબલ લેગ સ્ટ્રેચ કરવાથી ઝડપથી પરિણામ મળી શકે છે.

વી ક્રંચ

પેટની ચરબી ઘટાડવા માટે, વી ક્રંચ કસરત કરવી ખૂબ અસરકારક છે. આ કસરત તમારું પેટ અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. દરરોજ 15 વાર આ કસરત કરો.

જમ્પિંગ જેક

આ કસરત દ્વારા તમે કેલરી બર્ન કરી શકો છો અને પેટની ચરબી ઓછી કરી શકો છો.

સ્કિપિંગ

સ્કિપિંગ, એક આહલાદક કસરત છે જે પેટની ચરબી ઘટાડવામાં અને મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. દરરોજ થોડીવાર માટે સ્કિપિંગ કરો

પુશ-અપ્સ

આ કસરત બાજુના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તમારી ચેસ્ટ અને આર્મસ પર કામ કરે છે. પુશ-અપ્સ કરવાથી સ્નાયુઓને મજબૂત કરવામાં સહાય મળે છે.

દોડવું

દોડવાથી તમારા જાંઘ, હિપ્સ અને પેટની ચરબીને ઓછી કરવા માટે ઉત્તમ છે. દરરોજ થોડીક મિનિટ દોડવાથી, તમારી જાતને એક્ટિવ રાખી શકો છો અને વજન ઘટાડવું સરળ બને છે.

રસોડામાં આવતી દુર્ગંધ દૂર કરવાની સરળ રીતો