રસોડું ઘરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તેથી રસોડાને સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. દુર્ગંધને દૂર કરવા માટે આ ઉપાયો અપનાવી શકો છો.
રસોડામાં આવતી દુર્ગંધને દૂર કરવા સિંક પાઇપમાં બેકિંગ સોડા નાખી શકો છો.
રસોડાની ગંધ દૂર કરવા માટે તમે પાણીમાં વિનેગર ઉમેરીને તેને મોપ કરી શકો છો.
દુર્ગંધને દૂર કરવા માટે પાણીમાં લીંબુ નાખીને ઉકાળીને રસોડાની સફાઈ કરો, આનાથી ગંધ દૂર થાય છે.
કોફીને પાણીમાં નાખી અને ધીમી આંચ પર ઉકળીને રસોડાની સફાઈ કરો તે ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે.
પાણી, સંતરાની છાલ અને નાખીને ઉકાળીને તેને ઠંડુ થવા દો અને તેને સ્પ્રે બોટલમાં ભરીને રસોડામાં છાંટો.
ગંદકીના કારણે રસોડામાં પણ દુર્ગંધ આવતી હોય છે. તેથી રસોડામાં ડસ્ટબિન રાખવાનું ટાળો.આનાથી રસોડું સાફ રહેશે.
જો રસોડામાં દુર્ગંધ આવતી હોય તો પંખો ચાલુ રાખો આ ભીનાશ અને અન્ય ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે.
આ ઉપાયોથી રસોડામાં આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે. આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.