સ્થૂળતા ઘટાડવા લસણ કેવી રીતે ખાવું?


By Smith Taral27, Aug 2024 02:23 PMgujaratijagran.com

લસણમાં એવા પોષક તત્વો છે, જે વજન ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી ગુણોથી ભરપૂર છે અને વધારાની ચરબી ઓછી કરવા માટે ઉપયોગી છે. આવો જાણીએ તમે લસણનું કેવી રીતે ઉપયોગમાં લઈ શકો છો

લસણના ફાયદા

લસણમાં રહેલા વિટામિન્સ, ફાઈબર, અને એન્ટી-ઓક્સીડન્ટ ગુણો પેટની ચરબી ઓછી કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ગુણનો મહત્તમ લાભ મેળવવા માટે તમે આ રીતે તેને ઉપયોગમાં લઈ શકો છો

લસણ ખાઓ

સવારે ખાલી પેટ પર 1-2 લસણની કળીને પીસીને પાણી સાથે પીવાથી મેટાબોલીઝમ વધે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે

લસણ અને લીંબુ

લીંબુમાં વિટામિન C અને એન્ટી-ઓક્સીડન્ટ ગુણો ચરબી ઓછી કરવા માટે ફાયદાકારક હોય છે, 1 ચમચી લીંબુનો રસ અને 1-2 લસણની કળીઓ સાથે ખાવાથી વજનને ઘટાડવામાં મદદ કરે છે.

લસણ અને મધ

મધમાં એન્ટિ-ઓક્સીડન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. ગરમ પાણીમા લસણને મધને મીક્સ કરીને ખાવાથી પેટની ચરબી ઝડપથી ઓછી થાય છે અને પાચનક્રિયા પણ સુધરે છે

ગોળ અને જીરુંનું પાણી એકસાથે પીવાથી મળશે આ અઢળક ફાયદાઓ