વોશ બેસિનની ગંદી બદબૂને દૂર કરવાના ઉપાય


By Rakesh Shukla13, Dec 2022 06:40 PMgujaratijagran.com

ઘરના કોઇપણ ભાગમાં બદબૂ આવે તો ઘરમાં રહેવું મુશ્કેલ થઇ જાય છે. એવીજ રીતે વોશ બેસિનને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો તેમાંથી બદબૂ આવવા લાગે છે. આ બદબૂથી તમે અમુક સરળ ઉપાયોની મદદથી છૂટકારો મેળવી શકો છો.&

ગરમ પાણીની મદદથી વોશ બેસિનની સફાઈ કરવાથી તેની ડ્રેનેજ સિસ્ટમમાં ફસાયેલી તમામ ગંદકરી સારી રીતે સાફ થઇ જાય છે અને તેમાંથી આવતી ગંધ પણ દૂર થઇ જાય છે.&

ફૂદીનાના પાનની સ્મેલ ઘણી તેજ હોય છે. વોશ બેસિનની ગંદી બદબૂને દૂર કરવા માટે તમે બાથરૂમમાં ફૂદીનાના પાન પણ રાખી શકો છો.

મે વધુ મહેનત કર્યા વગર તમારા બાથરૂમના વોશ બેસિનની બદબૂથી છૂટકારો મેળવવા માગો છો, તો આ માટે તમે વોશ બેસિનની સફાઈ બાદ તેમા 4-5 નેફ્થલીન બોલ્સ નાંખી શકો છો.

બેકિંગ સોડા અને મીઠાને &વોશ બેસિનની નળીમાં નાંખો અને ઉપરથી એક કપ ગરમ ડિસ્ટિલ્ડ વ્હાઇટ વિનેગાર નાંખો. તેનાથી નળીનો કચરો સાફ થઇ જશે અને બદબૂમાંથી પણ રાહત મળશે.&

તમારા બાથરૂમના વોશ બેસિનમાં અડધો કપ સફેદ સિરકા નાખીને અડધો કલાક પાણી નાંખ્યા વગર છોડી દો. થોડા સમય બાદ બદબૂ આવતી બંધ થઇ જશે.

ગંદા અને બદબૂદાર વોશ બેસિનને સાફ કરવા માટે તમે લીંબુના રસથી બેસિનની સફાઈ કરો અને પછી લીંબુના રસમાં વિનેગાર ભેળવીને તેની નળીમાં નાંખી દો. થોડા સમય બાદ તેમાંથી બદબૂ આવતી બંધ થઇ જશે.

જો તમે વોશ બેસિનની બદબૂથી હમેશા માટે છૂટકારો મેળવવા માગો છો તો આ માટે જરૂરી છેકે તમે નિયમિત સફાઇ કરવા પર ધ્યાન આપો. સફાઇ કરવામાં ન આવે તો બદબૂ આવવા લાગે છે.&

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Nora Fatehi ના ટ્રાન્સ્પરન્ટ ગાઉન લુકે ફરી ઇન્ટરનેટ પર મચાવી ધમાલ