મોટાભાગના ઘરમાં વસણોને રાખવા માટે અલમારી અને સકીયું હોય જ છે.ત્યારે ઘણા લોકો વાસણને ધોઈને સીધા સકીયામાં રાખી દેતા હોય છે.જેના કારણે તેમાં ધૂળ ચોંટવાનું શરૂ થાય છે.આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને સરળતાથી દૂર કરવાની રીત.
રેકને સાફ કરવા માટે સૌથી પહેલા તેમાંથી બધા વાસણો બહાર કાઢી લો,પછી તેને પણીથી પલાળી તેના પર બેકિંગ સોડા છાંટીને રાખી મૂકો.
20-30 મિનિટ સુધી પછી બ્રશ વડે બરાબર ઘસીને ધૂળ સાફ કરો.પછી તેને પાણીથી સારી રીતે ધોઈ લો.તેનાથી રેક એકદમ સાફ થઈ જશે.
રેક પર લાગેલી ધૂળને દૂર કરવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો.તેના માટે વિનેગરને એક સ્પ્રે બોટલમાં નાખી લો અને પછી રેક પર છાંટો.
થોડીવાર વિનેગરને રાખ્યા પછી તેને સાદા પાણીથી સાફ કરી લો.તેનાથી રેક પર લાગેલ કાટ અને ચિકાસ પણ સાફ થઈ જશે.
વાસણની અલમારી પર લગેલા કાટ અથવા ચિકાસને સાફ કરવા મીઠું શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તેના માટે તમારે એક વાટકીમાં થોડું મીઠું લેવાનું રહેશે.
આ મીઠામાં લીંબુનો રસ નાખો અને થોડું પાણી નાખીને મિક્સ કરી લો. હવે તેને બ્રશથી આ પેસ્ટને બરાબર લગાવીને ઘસીને સાદા પાણીથી સાફ કરી લો.
વાસણની અલમારી પર લાગેલ કાટને દૂર કરવા માટે તમે કોલ્ડ ડ્રિંકનો પણ ઉપયોગ કરી શકો છો.તેના માટે તમે થોડું કોલ્ડ ડ્રિંગ લો તેમાં લીંબુનો રસ અને સોડાને મિક્સ કરીને કાટ પર બરાબર ઘસીને સાફ કરી શકો છો.
આ રીતે તમે સરળતાથી વાસણમાં લાગેલ કાટને દૂર કરી શકો છો, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.