મેથીના દાણાનો આ રીતે ઉપયોગ કરવાથી વાળ લાંબા અને કાળા થાય છે


By Jivan Kapuriya24, Aug 2023 05:33 PMgujaratijagran.com

જાણો

આયર્ન અને પ્રોટીનથી ભરપૂર મેથીના દાણા વાળ માટે ફાયદાકરક માનવામાં આવે છે. આવો જાણીએ તેના ફાયદા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

ખરતા વાળથી રાહત

વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો મેથીના દાણાને રાતે પાણીમાં પલાળી સવારે તેની પેસ્ટ બનાવીને તેમાં મધ નાખીને વાળમાં લગાવો.

મેથીનું પાણી

વાળને મજબૂત અને પોષણ આપવા માટે મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો.બીજા દિવસે તેને ગરમ કરીને પાણી ગાળી લો, તે ઠંડુ થાય પછી તેને વાળમાં લગાવો.

આ રીતે ઉપયોગ કરો

મેથીનું પાણી વાળમાં લગાવાથી ખોપરી પર બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને વાળ મૂડમાંથી મજબૂત કરે છે. તેને તમે સ્પ્રે બોટલમાં ભરીને હેર ટોનિક રીતે ઉપયોગ કરી શકો છો.

વાળના ગ્રોથ માટે

મેથીના દાણાને રાતે પલાળી રાખો પછી બીજા દિવસે પેસ્ટ કરી કરીને પછી હિબિસ્કસના ફુલ અને પાંદડાને પીસીને તેને મિક્સ કરો. આ પેસ્ટને વાળમાં લગાવો. લગભગ 30-40 મિનિટ પછી વાળ ધોઈ લો.

લાંબા અને કાળ વળ માટે

2-3 ચમચી મેથીના દાણાને રાતભર પલાળી રાખ્યા બાદ પાણીની સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને પછી તેમાં 1-2 ચમચી નાળિયેરનું દૂધ નાખીને વાળમાં લગાવો. તેનાથી વાળ લાંબા અને કાળા થશે.

મેથીના દાણા

વાળને સ્વસ્થ રાખવા માટે તમે માત્ર મેથીના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો.તેના માટે મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે સવારે તેને પાણી સાથે પીસીને વાળમાં લગાવો.

મેથી ફાયદાકારક છે

મેથીના દાણા વાળ અને ત્વચા તેમજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક છે. તમે તેને દરરોજ પલાળી શકો છો. અને થોડું થોડું ખાઈ શકો છો. તેનાથી વાળ અને ત્વચા અંદરથી ચમકદાર બનશે અને સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે.

વાંચતા રહો

તમે પણ કાળા અને લાંબા વાળ માટે મેથીના દાણાનો ઉપયોગ કરો,આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Hair Care: 1 ચમચી તેલ લગાવીને તમે વાળ લાંબા કરી શકો છો