Home remedies: ગળા પરની કાળાશ દૂર કરવા માટે આ ઘરેલું ઉપાય અજમાવો


By Smith Taral27, Jul 2024 02:19 PMgujaratijagran.com

જો તમે પણ તમારા ગળા પરની કાળાશથી પરેશાન છો તો આ કેટલાક ઘરેલું ઉપાય તમે અજમાવી શકો છો. સૂર્યા તડકા અથવા હાઈપરપીગમેન્ટશના લીધે પણ આ સમસ્યા થઈ શકે છે, જો કે આનો ઉપાય તમે ઘરેજ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને કરી શકો છો.

લીંબુ અને મધ

લીંબુ અને મધને સરખા પ્રમાણમાં લઈ તે મીક્સરને ગળા પર મસાજ કરો અને 20 મિનીટ સુધી રહેવા દો, આનાથી ગળાની કાળાશ ઓછી થતી જોવા મળે છે .

એલો વેરા જેલ

એલો વેરા જેલ પીગમેન્ટેશન ઓછું કરવામાં ફાયદાકારક રહે છે, એલોવેરા જેલને તમે ડીરેક્ટ લગાવી શકો છો તેને 20 મિનીટ માટે રહેવા દઈ પાણીથી ધોઈ લો

કાકડી

કાકડીને ઉપયોગ તમે સ્ક્રબ કરવા માટે કરી શકો છો, આ માટે કાકડીને છોલી લો, તેમા લીંબુનો રસ ઉમેરી તેને તમારા ગળા પર અપ્લાય કરો અને 20 મિનીટ માટે છોડી દો.

બેકીંગ સોડા

બેંકીગ સોડામા પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લો અને તેને ગળા પર સ્ક્રબ કરો, બેકીંગ સોડા નેચરલ એક્સફોલીયેટર તરીકે કામ કરે છે

દહીં અને હળદર

દહીં અને હળદરને મીક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો અને ગળા પર લગાવી 15 મિનીટ માટે છોડી દો, દહીંમાં રહેલું લેક્ટીક એસિડ સ્કીન ટોનને ઘટાડવામાં મદદ કરે છે

એપલ સિડાર વિનેગર

એપલ સિડાર વિનેગરને પાણીમાં રેડી તે પાણીને કોટન બોલ વડે તમારા ગળા પર લગાવો અને થોડી મિનીટ રાખી તેને પાણીથી ધોઈ લો

બટાકાનો રસ

બટાકાને છોલી લઈ તેનો રસ કાઢી લો અને તેને તમારા ગળા પર અપ્લાય કરો. થોડી મિનીટ તેમ રહેવા દઈ પાણી વડે ધોઈ લો

ચોમાસામાં ઘરેજ બનાવો 6 સ્વાદિષ્ટ મકાઈની વાનગીઓ