નખ પરથી મહેંદીનો રંગ કેવી રીતે દૂર કરવો?


By Dimpal Goyal06, Sep 2025 08:33 AMgujaratijagran.com

મહેંદીના ડાઘ સાફ કરવાની ટિપ્સ

નખ પર મહેંદીનો રંગ ઘણીવાર ઝડપથી જતો નથી અને નખ ઝાંખા દેખાવા લાગે છે. પરંતુ કેટલાક સરળ ઘરેલું ઉપાય અપનાવીને, તમે નખ પરથી મહેંદીના ડાઘ સાફ કરી શકો છો.

લીંબુનો ઉપયોગ કરો

લીંબુ કુદરતી બ્લીચ તરીકે કામ કરે છે. નખ પર લીંબુનો રસ ઘસો અને 5-10 મિનિટ પછી ધોઈ લો. નિયમિતપણે આમ કરવાથી ડાઘ સાફ થવા લાગશે.

ટૂથપેસ્ટ ટ્રિક

સફેદ ટૂથપેસ્ટમાં એવા એજન્ટો હોય છે જે ડાઘને હળવા કરે છે. ટૂથબ્રશથી નખ પર હળવા હાથે ઘસો. આ મહેંદીનો રંગ દૂર કરવામાં મદદ કરે છે.

ખાવાના સોડાનો ઉપયગોગ કરો

અડધી ચમચી બેકિંગ સોડામાં થોડું પાણી ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને હળવા હાથે નખ પર ઘસો. થોડા દિવસોમાં, મહેંદીનો રંગ આછો થવા લાગશે.

મીઠા વાળું પાણી

ગરમ પાણીમાં મીઠું ઉમેરીને નખને પલાળી દો. મીઠું એક્સફોલિએટર તરીકે કામ કરે છે. આનાથી, નખ પર ચોંટેલી મહેંદી ધીમે ધીમે દૂર થવા લાગશે.

હાઇડ્રોજન પેરોક્સાઇડ

2-3 ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડને હૂંફાળા પાણીમાં મિક્સ કરો. તમારા નખને તેમાં 5 મિનિટ માટે પલાળી રાખો. પછી બ્રશથી હળવા હાથે સાફ કરો.

ઓલિવ તેલ અને ખાંડનું સ્ક્રબ

1 ચમચી ખાંડમાં થોડું ઓલિવ તેલ ઉમેરીને સ્ક્રબ બનાવો. તેને નખ પર ઘસો, તેનાથી ડાઘ હળવા થશે અને નખ પણ ચમકશે.

નેઇલ પોલીશ રીમુવર

જો તમે રંગ ઝડપથી દૂર કરવા માંગતા હો, તો નેઇલ પોલીશ રીમુવરનો ઉપયોગ કરો. રુ થી નખ સાફ કરો. આ સૌથી સહેલો અને ઝડપી રસ્તો છે.

વાંચતા રહો

લાઇફસ્ટાઇલ સંબંધિત સમાચાર વાંચતા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

નવો બિઝનેસ શરૂ કરી રહ્યા છો? આ રહ્યા નફો કરાવતાં આઈડિયા