આજે અમે તમને એવા બિઝનેસ આઇડિયા વિશે જણાવીશું જેનો ટ્રેન્ડ ક્યારેય પણ ઓછો નહીં થાય. એટલું જ નહીં તમે ઓછા પૈસામાં નાનો બિઝનેસ શરૂ કરીને નફો કમાઈ શકો છો.
ક્લાઉડ કિચનનું કલ્ચર આજે ખૂબ જાણીતુ છે. તમે Zomato અને Swiggyમાં તમારું નામ ઉમેરી શકો છો. તેઓ તમારા મેનૂ અનુસાર તમને ઓર્ડર ફોરવર્ડ કરશે. તેથી આ એક નવું સાહસ છે જે તમે ઓછા રોકાણ સાથે શરૂ કરી શકો છો.
આજકાલ ભારતીયોનું લગ્ન પાછળ લાખો કરોડોનું બજેટ હોય છે. જો તમે આવી ઈવેન્ટ ઓર્ગેનાઈઝર બનવામાં રસ હોય તો નાના પાયેથી શરૂ કરીને તમે મોટા પાયા પર આ બિઝનેસને ફેલાવી શકો છો.
અત્યારે જમાનો ડિજિટલ થઈ ગયો છે. ઓનલાઈન ટ્યુટરિંગ વ્યવસાયના ઘણા ફાયદા છે. તે ભારતમાં સૌથી વધુ નફાકારક વ્યવસાયોમાંનો એક છે જેમાં ઓછા રોકાણની જરૂર પડે છે. તમે તમારા નિષ્ણાંત વિષય પર ઓનલાઈન કોર્સે લોન્ચ કરીને પણ લોકોને તમારી સાથે જોડી શકો છે.
આજકાલ સારી નોકરી મળવી ખૂબ અઘરી છે. ત્યારે તમે સારી પ્લેસમેન્ટ સર્વિસ આપી શકો છો. જ્યાં નોકરી આપનાર વ્યક્તિ અને નોકરી મેળવવા માંગતી વ્યક્તિ અરજી કરે છે અને સર્વિસ તેમને સંબંધિત નોકરી કે કર્મચારી શોધવામાં મદદ કરે છે અને તેના માટે તેમની પાસેથી પૈસા લે છે.
આ પણ નફો કરાવતો બિઝનેસ છે. શરૂઆતમાં તેમાં રોકાણની જરૂર પડે છે. ડ્રાઇવિંગ સ્કૂલ શરૂ કરવા માટે તમારે આવશ્યક લાઇસન્સિંગની જરૂર પડે છે. ગ્રાહકોને આકર્ષવા માટે સારી રીતે માર્કેટિંગ કરવું મહત્વપૂર્ણ છે. ગ્રાહકોનો સતત પ્રવાહ મેળવવા માટે કાર ડીલરશીપ કંપનીઓ સાથે પણ પાર્ટનરશીપ કરી શકો છો.
સુંદર દેખાવાની ઘેલછા દિન પ્રતિદિન વધી રહી છે. આવી સ્થિતિમાં તમે આ અંગેનો કોઈ કોર્સ કરીને બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરી શકો છો. તેમાં ઓછા રોકાણ પર નફો મેળવી શકાય છે.