ઘણી વખત જમતી વખતે કપડા પર શાક અથવા કઈ કરી ઢોળાઈ જતી હોય છે, અને તેમા જો હળદર કે તેલ હોય તો તેના ડાઘ એટલા સરળતાથી નથી નીકળતા. આ સ્ટોરીમાં આપણે ઘરે જ તેલ, હળદર કે ચા જેવા જિદ્દી ડાઘને સરળતાથી દૂર કરવાના અસરકારક ઉપાયો વિશે જાણીશું
જો તમારા કપડા પર હળદરના ડાઘ છે, તો સાબુનો ઉપયોગ કર્યા વિના તેને તરત જ પાણીથી સાફ કરી લો.
હવે આ ભીના કપડા પર ડિટર્જન્ટ લગાવો અને તેને બ્રશની મદદથી ઘસો. જો ડાઘ ઘાટો હોય તો તેની ઉપર મીઠો સોડા પાવડર છાંટી બ્રશની મદદથી સાફ કરો.
ચા અને કોફીના ઝીદ્દી ડાઘને ઠંડા પીણા અથવા સોડાનો ઉપયોગ કરીને પણ કાઢી શકાય છે.
લિમ્કા અથવા સ્પ્રાઈટને વાસણમાં રેડી તેમાં કપડાના ડાઘવાળા ભાગને ડુબાડો 20 મિનિટ પછી, તેમાં ડિટર્જન્ટ ઉમેરો અને તેને બ્રશથી ઘસો. જો ડાઘા વધું ઘાટા હોય તો તેના પર મીઠો સોડા છાંટીને ઘસો.
લિમ્કા અથવા સ્પ્રાઈટને વાસણમાં રેડી તેમાં કપડાના ડાઘવાળા ભાગને ડુબાડો 20 મિનિટ પછી, તેમાં ડિટર્જન્ટ ઉમેરો અને તેને બ્રશથી ઘસો. જો ડાઘા વધું ઘાટા હોય તો તેના પર મીઠો સોડા છાંટીને ઘસો.
તેલના ડાઘને દૂર કરવા માટે તે જગ્યાએ ટેલ્કમ પાવડર લગાવો. અને જો તેલના ડાઘ ઘટ્ટ છે તો ડાઘવાળી જગ્યાને વિનેગર રેડી તેના પર મીઠો સોડા છાંટો. હવે તેને બ્રશની મદદથી ઘસીને પાણીથી ધોઈ લો.