ગેસની સમસ્યાથી મેળવો છૂટકારો, જાણીલો કેટલાક ચમત્કારી ઉપાયો


By Prince Solanki29, Dec 2023 12:00 PMgujaratijagran.com

ગેસ

સામાન્ય રીતે ઓઈલી અને હેવી ફૂડનુ સેવન કરવાના કારણે પેટમા ગેસની સમસ્યા થાય છે, પરંતુ કેટલાક લોકોને આ સમસ્યા કાયમી રહેતી હોય છે. એવામા આ ગેસની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક ઉપાયો અપનાવી શકો છો. ચલો જાણીએ પેટમા થતા ગેસથી છૂટકારો મેળવવાના કેટલાક ચમત્કારી ઉપાયો વિશે.

મેથીનુ પાણી

મેથીના પાણીમા ફાઈબર ભરપૂર માત્રામા હોય છે, જે અપચો અને ગેસની સમસ્યા માથી રાહત અપાવે છે, તે પેટ સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ માથી રાહત આપે છે.

ફૂદીનાની ચા

પાચન સાથે જોડાયેલી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ફૂદીનાની ચા પી શકો છો. ફૂદીનાની ચા પીવાથી ઉલ્ટી અને ડાયરીયા જેવી સમસ્યા માથી પણ રાહત આપે છે.

વજ્રાસન કરો

વજ્રાસન કરવાથી તમને પેટની ગેસની સમસ્યા માથી છૂટકારો મળે છે. ઘૂંટણોની પાછળની તરફ વાળીને બેસો ત્યારબાદ નિંતબને પગની એડીઓ સાથે જોડો. હવે કમરના ભાગને એકદમ સીધો રાખીને 5-6 મિનિટ બેસીને રહો.

અજમો

પેટમા થતા ગેસથી છૂટકરો મેળવવા માટે અજમો એક રામબાણ ઈલાજ છે. પેટમા થતા ગેસથી છૂટકારો મેળવવા માટે નવસેકા ગરમ પાણીમા એક ચમચી અજમો નાખીને પીવાથી ગેસની સમસ્યામા રાહત મળે છે.

હીંગ

ગેસની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે હીંગના પાઉડરને તમે નાભિમા લગાવીને ગેસથી છૂટકારો મેળવી શકો છો. તમે હીંગના પાણીનુ પણ સેવન કરી શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

રોજ પલાળીને ખાઓ કાજુ, સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા