આપણા ઘરના અને બારીઓ પર બારણા પર લાગેલા પડદા પર બહારથી ઘણી ધુળ ચોંટી જાય છે, માટે તેને નિયમિત સાફ કરવા જરૂરી છે. જોકે દરેક સમય તેને પાણીથી સાફ કરવું મુશ્કેલ રહે છે, આમાં પાણી અને સમય બંનેનો ખૂબ વપરાશ થાય છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું પડદા પર જામેલી ધૂળને પાણી વિના સરળ રીતે કેવી રીતે સાફ કરી શકાય છે.
પડદાને ડ્રાય ક્લીન કરાવવાથી તેની ધુળ સાફ કરવાની જરૂર નહિ પડે. આ રીતે, તમે 6-8 મહિના પછી સરળતાથી પડદા સાફ કરી શકો છો.
વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરીને તમે ઓછા સમયમાં પડદાને સાફ કરી શકો છો.
પડદાને ઉતાર્યા વિના તેને હલાવવાથી તેમાની ધૂળ અને ગંદકી દૂર થાય છે. આને પછી તડકામાં પણ રાખી શકાય છે.
આયર્નથી પડદા પર ધૂળને સાફ કરી શકાય છે. સ્ટીમ આર્યન પડદા પર ફેરવો આમ કરવાથી ધૂળ સરળતાથી દૂર થાય છે.
સાફ કર્ય પછી, સ્પ્રે કરવાથી પડદાની ગંદકી અને દુર્ગંધ દૂર થાય છે, સાથે જ ઘરમાં સારી સુગંધ આવી શકે છે.
બારીઓ અને દરવાજા નિયમિત રીતે સાફ કરો, જેથી ધૂળ સીધા પડદા પર ન લાગી જાય
ડાઘવાળી જગ્યા પર બેકિંગ સોડા લગાવવાથી તે સાફ કરી શકાય છે. આ સરળ પદ્ધતિઓને અપનાવીને, તમે કપડાંને ધોયા વિના સરળતાથી સાફ કરી શકો છો.