ઘણીવાર આંખોની નીચે ડાર્ક સર્કલ થાય છે, આની પાછળ તણાવ,ઊંઘની અછત અને આહારમાં પોષક તત્વોની ઉણપ જેવા પરિબળો હોઈ શકે છે, તેને ઘટાડવા માટે તમે ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો, આ માટે દૂધ વધુ સારી રીત છે, આવો જાણીએ તેનો ઉપયોગ કરવાની રીત વિશે.
દૂધમાં રહેલ વિટામિન A અને B6 ત્વચાના પોષક તત્વોને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી આંખોની નીચેના ડાર્ક સર્કલ ઓછા કરી શકાય છે.
દૂધ અને બદામના તેલથી ડાર્ક સર્કલને ઘટાડવા માટે તમારે 1 ચમચી બદામનું તેલ અને 1 ચમચી ઠંડુ દૂધની જરૂર પડશે.
સૌથી પહેલા એક ચમચી ઠંડા દૂધમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરો,આ મિશ્રણમાં બે રૂના પૂંબડા ડૂબાવો અને તેને આંખો પર ડાર્ક સર્કલને ઢાંકીને રાખો.
ગુલાબજળમાં કોઈ રસાયણ જોવા મળતું નથી તેથી તે તમારી આંખોને નુકસાન કરતું નથી, આ માટે એક ચમચી ઠંડુ દૂધ અને ગુલાબજળ લો.
એક બાઉલમાં ઠંડુ દૂધ અને ગુલાબજળ મિક્સ કરો એને તેને રૂના પૂંબડાને પલાળીને તમારી આંખો પર મૂકો, લગભગ 20 મિનિટ પછી તેને નવશેકા પાણીથી સાફ કરો.
ઘણી વખત વધતી ઉંમરના કારણે પણ ડાર્ક સર્કલની સમસ્યા શરૂ થઈ જાય છે તેને ઓછા કરવા એક વાટકી દૂધમાં રૂના પૂંબડાને પલાળીને તમારી આંખો પર રાખો.
દૂધ અને બટાકાના રસથી પણ ડાર્ક સર્કલ ઓછા કરી શકાય છે, આ માટે એક ચમચી દૂધમાં બટેટાનો રસ મિક્સ કરીને આંખોની નીચે લગાવો.
ડાર્ક સર્કલ ઘટાડવા માટે તમે દૂધના આ ઉપયોગની મદદ પણ લઈ શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.