Dandruff Remedies: ડેન્ડ્રફને જળમૂળમાંથી દૂર કરવા આ ઘરેલું નુસખા અજમાવો


By Vanraj Dabhi08, Nov 2024 09:17 AMgujaratijagran.com

ડેન્ડ્રફથી છૂટકારો

જો તમે ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો રાસાયણિક દવાઓની જગ્યાએ તમે કેટલાક ઘરેલું ઉપાયો અપનાવી શકો છો. તેની કોઈ આડઅસર થતી નથી અને ડેન્ડ્રફ પણ દૂર થાય છે.

માથાને સ્વચ્છ રાખો

ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે સેલેનિયમ સલ્ફાઇટ ધરાવતા શેમ્પૂ લગાવીને 5-10 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો.

સંતુલિત આહાર લો

ડેન્ડ્રફથી બચવા માટે તમારા આહારમાં વિટામિન બી, ઝિંક અને પ્રોબાયોટીક્સથી સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો.

વાળમાં તેલ લગાવવાનું ટાળો

જો તમે ડેન્ડ્રફથી પરેશાન છો તો તમારા વાળમાં તેલ લગાવવાનું ટાળો.

હેર સ્ટાઇલ ઉત્પાદનો ટાળો

જો તમે બજારમાં ઉપલબ્ધ ડ્રાય શેમ્પૂ, હેર સ્પ્રે વગેરે જેવી હેર સ્ટાઇલિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો, તો ડેન્ડ્રફની સમસ્યા વધી શકે છે.

તણાવ ઓછો કરો

સ્ટ્રેસ ફંગલ ઇન્ફેક્શન સામે શરીરની પ્રતિરોધક ક્ષમતા ઘટાડે છે, તેથી તણાવ દૂર કરવા માટે કસરત, શારીરિક પ્રવૃત્તિ અને ધ્યાન કરી શકાય છે.

નારંગીની છાલ

નારંગીની છાલને પીસીને તેમાં લીંબુનો રસ નાખીને અડધા કલાક સુધી વાળમાં લગાવીને રાખો, ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

લસણ

લસણને પીસીને માથાની સ્કેપલ પર લગાવવાથી ખોડો કાયમ માટે દૂર થઈ જાય છે.

Sore Throat Remedies: શિયાળમાં ગળાની ખરાશ દૂર કરવાના ઉપાય