ગળાના દુખાવાને દૂર કરવા માટે કેટલાક અસરકારક ઘરેલું ઉપચાર છે. જે ઉપાયોની મદદથી તમે ગળાની ખરાશ દૂર કરી શકો છો.
હુંફાળા પાણી અને મીઠા નાખી તેના કોગળા કે ગાર્ગલ કરવાથી ગળું સાફ થાય છે અને દુખાવામાંથી રાહત મળે છે.
ગળાના દૂખાવાને મૂળમાંથી દૂર કરવા માટે, મધ અને લીંબુનો રસ મિક્સ કરીને નવશેકું પાણી પીવો.
આદુનો રસ એક ચમચી મધ નાખીને પીવાથી ગળાને લગતી તમામ સમસ્યાઓથી રાહત મળે છે.
બળતરા વિરોધી અને એન્ટિમાઇક્રોબાયલ ગુણોથી ભરપૂર હળદરવાળા દૂધનું સેવન કરવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે.
એક કપ પાણીમાં 5-6 તુલસીના પાન ઉકાળીને તેમાં આદુ અને મધ નાખીને પીવાથી ગળા સંબંધિત તમામ ઈન્ફેક્શનથી રાહત મળે છે.
હૂંફાળું ગ્રીન ટી સાથે ગાર્ગલ કરવાથી ગળાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.
અજમાના બીજને ગરમ પાણીમાં મિક્સ કરીને ગાર્ગલ કે કોગળા કરવાથી ગળું સાફ થાય છે અને દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.
એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી અને એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર હળદરની ચા પીવાથી ઈન્ફેક્શન અને ગળામાં ખરાશની સમસ્યાથી રાહત મળે છે.