ટાઈલ્સ પર સિલેન્ડરના ડાઘ લાગવા સામાન્ય વાત છે. જો તમને ડાઈલ્સ પર લાગેલા સિલેન્ડરના ડાઘને હટાવવામાં મુશ્કેલી પડી રહી છે તો આ ટિપ્સને ફોલો કરી શકાય છે.
2-3 ચમચી બેકિંગ સોડાનો એક કપ પાણીમાં સારી રીતે મિક્સ કરી લો. હવે તે આ મિશ્રણને ડાઘવાળા ભાગ પર નાંખીને આશરે 10 મિનિટ માટે છોડી દો. 10 મિનિટ બાદ ડાઘ સાફ થઈ જશે.
1/2 લીટર પાણીમાં 3-4 ચમચી એમોનિયા પાઉડરને નાંખી મિક્સ કરી લો અને નવસેકુ કરી લો. હવે આ મિશ્રણને ડાઘવાળા ભાગ પર નાંખીને થોડી વાર બાદ ક્લિનિંગ બ્રશથી સાફ કરી લો.
બેકિંગ સોડા અને લીંબુ રસ ટાઈલ્સ પર લાગેલા સિલેન્ડરના ડાઘને સરળતાથી સાફ કરી શકે છે. આ માટે મિશ્રણને તૈયાર કરી ડાઘવાળા ભાગ પર નાંખી થોડીવાર માટે સેંડપેપરથી ઘસીને સાફ કરો.
ટાઈલ્સ પર લાગેલા સિલેન્ડરના ડાઘને હટાવવા માટે તમે લીંબુ રસ પણ એક બેસ્ટ ઉપાય બની શકે છે. માટે રસને નાંખી 5 મિનિટ બાદ ક્લિનિંગ બ્રશથી ઘસીને સાફ કરી લેવા.
હાઈડ્રોજન પેરોક્સાઈડ એક એવી ચીજ છે કે જેના ઉપયોગથી ટાઈલ્સ પર લાગેલા સિલેન્ડરનો ડાઘ થોડી મિનિટોમાં જ સાફ થઈ શકે છે.
2-3 ચમચી વિનેગર અને 3 કપ પાણીને એક સાથે જ મિક્સ કરી ડાઘવાળા ભાગ પર નાંખી થોડા સમય માટે તેને છોડી દો. કેટલાક સમય બાદ ક્લિનિંગ બ્રશને ઘસીને સાફ કરી લો.
ટાઈલ્સ પર લાગેલા સિલેન્ડરના ડાઘને સરળતાથી સાફ કરવા માટે નેઈલ પેઇન્ટ રિમૂવર પણ એક બેસ્ટ ઉપાય હોઈ શકે છે.