અરે, શું તમે જાણો છો ટેડી બીયર કેવી રીતે બન્યું હતું


By 15, Feb 2023 11:13 PMgujaratijagran.com

ટેડી બીયરનો દબદબો

ગિફ્ટથી લઈ સજાવટની સામગ્રી સુધી, દરેક જગ્યાએ ટેડી બીયરનો દબદબો હોય છે

'ટેડી બીયર'માં 'બીયર'નો અર્થ 'રીછ'

ગોળ-મટોળ દેખાવ ધરાવતા રમકડાના નામ 'ટેડી બીયર'માં 'બીયર'નો અર્થ 'રીછ' છે, પણ 'ટેડી'નો શુ અર્થ થાય છે.

તો 'ટેડી'નો અર્થ શું...?

આ પ્રશ્નનો જવાબ સાંભળીને તમને ખૂબ જ આશ્ચર્ય થશે. કારણ કે 'ટેડી' નામ અમેરિકાના 26માં રાષ્ટ્રપતિના નામ પરથી તેને મળ્યું છે

ટેડી બીયર અને US રાષ્ટ્રપતિ વચ્ચે ઘનિષ્ઠ નાતો

ટેડી બીયરના સર્જનનો સંબંધ અમેરિકાના 26માં રાષ્ટ્રપતિ થિયોડોર રુઝવેલ્ટ સાથે જોડાયેલ છે.

રાષ્ટ્રપતિ રુઝવેલ્ટનું નિકનેમ

રુઝવેન્ટને તેમના નિકનેમ 'ટેડી'થી ઓળખવામાં આવતા હતા

'રીછ'નો શિકાર કરવા ગયેલા 'ટેડી'

એવું કહેવામાં આવે છે કે વર્ષ 1902માં રુઝવેલ્ટ રીછનો શિકાર કરવા ગયા હતા, જોકે તે કરી શક્યા ન હતા

રુઝવેલ્ટની ઉદારતા

તેમના આસિસ્ટન્ટે એક રીછને પકડી પણ લીધેલુ પણ રુઝવેલ્ટે તેને જંગલમાં છોડી દીધેલુ અને ત્યારબાદ તેઓ તેમની ઉદારતા માટે દેશભરમાં ખૂબ જ જાણીતા થઈ ગયા.

કેન્ડીના દુકાનદાર

તે સમયમાં બ્રુકલિનમાં મૉરિશ મિખ્ટૉમ નામની વ્યક્તિ પત્ની સાથે મળી કેન્ડીની દુકાન ચલાવતા હતા

સોફ્ટ ટૉય બનાવ્યું

મિખ્ટૉમે રાષ્ટ્રપતિના ઉદાર કાર્યથી પ્રભાવિત થઈ એક રીછ જેવુ દેખાતુ સોફ્ટ ટૉય-Teddy's Bear બનાવી પોતાની દુકાનમાં રાખ્યું.

રાષ્ટ્રપતિની મંજૂરી માગી

લોકોને આ ટૉય એટલુ બધુ પસંદ આવી ગયું કે મિખ્ટૉમે રુઝવેલ્ટ પાસે મંજૂરી માગી કે શું તે પોતાના સોફ્ટ ટોયઝનું નામ Teddy રાખી શકે છે.

વિશ્વભરમાં થયુ પ્રસિદ્ધ

રુઝવેલ્ટની મંજૂરી મળ્યા બાદ ટેડી બીયર બનાવવાની શરૂઆત થઈ અને જોત જોતામાં તે વિશ્વભરમાં ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયું

ભારતના આ ગામમાં જન્મે છે સૌથી વધારે જોડિયા બાળકો