વારંવાર ઘર સાફ કરવા છતાં પણ કરોળિયાના જાળા પીછો નથી છોડતા. આવામાં જો ઘર કેટલાંક દિવસ માટે ખાલી રહે તો ઠેર ઠેર કરોળિયાના જાળા બંધાઈ જાય છે. જો તમે પણ કરોળિયાના જાળા સાફ કરવાથી કંટાળી ગયા છો, તો અહીં અમે તમને કેટલાક સરળ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તેને સાફ કરી શકો છો
પેપરમિન્ટ ગંધથી કરોળિયા દૂર ભાગે છે. માટે ઘરની સાફ સફાઈ કરતી વખતે તમે પેપરમિન્ટ તેલનો ઉપયોગ કરી શકો છો. જ્યાં કરોળિયા વધુ આવતા હોય ત્યાં આ તેલનો છંટકાવ કરો
તમાકુને પાણીમાં નાખો અને તેને સ્પ્રે બોટલમાં ભરી.લઈ રૂમમાં છાંટો આનાથી કરોળિયા ભાગી જશે.
એક સ્પ્રે બોટલમાં લીંબુ નો રસ અને પાણી મિક્સ કરી ભરી લો. હવે આ પાણી અઠવાડિયામાં એકવાર તમારા ઘરના બધા રૂમ માં છાંટો. કરોળિયાના જાળથી તમને છૂટકારો મળશે
વિનેગરનો ઉપયોગ કરવાથી પણ કરોળિયાના જાળાથી છુટકારો મેળવી શકાય છે. આ માટે એક સ્પ્રે બોટલમાં વિનેગર નાંખો અને જ્યાં કરોળિયાના જાળા હોય ત્યાં સ્પ્રે કરો,વિનેગરની તીવ્ર ગંધથી કરોળીયા દૂર કરી શકાય છે
તજની ગંધ ખૂબ તીવ્ર હોય છે જે કરોળિયાને ભગાડવામાં મદદ કરી શકે છે. જ્યાં કરોળિયાના જાળા વધું થતા હોય ત્યા તજનો પાવડર છાંટવાથી કરોળીયાને ભગાડી શકાય છે