પીરિયડ્સ દરમિયાન પગમાં થાય છે દુખાવો, આપનાવો આ ઉપાય


By Hariom Sharma18, Nov 2023 11:21 AMgujaratijagran.com

પીરિયડ્સ

પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેમાથી એક છે પગમાં દુખાવો થવો. ઘણી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ખૂબ જ વધારે પ્રમાણમા દુખાવો થતો હોય છે. ચલો એ દુખાવામાંથી રાહત મેળવવા માટેના કેટલાક ઉપાયો જાણીએ.

કેમ થાય છે પગમાં દુખાવો ?

ઘણા કારણોથી પીરિયડ્સ દરમિયાન પગમાં દુખાવો થઈ શકે છે. જેમકે હોર્મોનલ પરીવર્તન, ક્રેમ્પ, પાચન સંબધિત સમસ્યાઓ, આતંરિક ચેપ વગેરે.

ગરમ પાણીની બોટલ

પીરિયડ્સ દરમિયાન કમરથી લઈને પગ સુધીના દુખાવા માટેનો ઉપાય ગરમ પાણીની બોટલ છે. ગરમ પાણીની બોટલને દુખાવા વાળા ભાગ પર રાખવાથી રાહત મળે છે.

પગની મસાજ કરો

પગમા થતા દુખાવામાં રાહત મેળવવા માટે તમે પગના ભાગમાં મસાજ પણ કરી શકો છો. આ માટે તમે ઓલીવ, નાળિયેર તથા સરસોના તેલનો ઉપયોગ કરી શકો છો.

You may also like

ઠંડીમાં કેસર ખાવાથી શરીરને મળે છે આ ફાયદા

મેથીની ચા પીવી કેટલી ફાયદાકારક છે? જાણી લો નિષ્ણાતો શું કહે છે

લીંબૂ પાણી પીઓ

લીંબૂ પાણી પીવાથી શરીર ડિટોક્સ તો થાય જ છે પણ પીરિયડ્સ દરમિયાન પગમા થતા દુખાવામાં રાહત મેળવવામાં મદદ કરે છે. આ માટે ગરમ પાણીમાં લીંબૂનો રસ અને આદુ નાખીને પીઓ.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શરદી અને તાવ માટે અપનાવો દાદીમાંના આ ઘરેલૂ ઉપાય