ઠંડીના સમયમાં શરદી-ખાંસી અને તાવનો પ્રવેશ થવો સામાન્ય વાત છે. જો તમે પણ ઋતુ આધારિત કોઈ બીમારીઓનો સામનો કરી રહ્યા છો તો કેટલાક ઘરેલૂ દાદીમાંના આ ઘરેલૂ ઉપાય અમલમાં મૂકીને તે સમસ્યા માંથી રાહત જરુરથી મેળવી શકો છો.
શરદી-ખાંસી અને તાવ જેવી સમસ્ચા માથી રાહત મેળવવા માટે તુલસીએ સૌથી સરળ ઉપાય છે. તુલસીમાં ઘણા ઓષઘિય ગુણો હોય છે. જો તમે પણ આવી કોઈ સમસ્યાનો સામનો કરો છો તો તમે તુલસીના પત્તાનો રસ નીકાળીને તેનો રસ પી શકો છો અથવા તેને ચા મા નાખીને પી શકો છો.
ઠંડીના સમયમાં આદુ વાળી ચા પીવાથી સ્વાસ્થ્ય સંબધિત અળધી સમસ્યાઓનુ નિરાકરણ આવે છે. આદુમાં ઓષઘિય ગુણો હોય છે જે શરદી ખાંસીથી બચાવે છે. આદુ વાળી ચા પીવામાં ટેસ્ટી તો હોય છે પણ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
શરદી-ખાંસીથી બચવા માટે મધ એક ખૂબ જ સારો વિકલ્પ છે. જો તમને વઘારે પ્રમાણમાં ખાંસીની સમસ્યા થઈ રહી છે તો તમે આદુ સાથે મધને લઈ શકો છો.
હળદર વાળુ દૂઘ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમા એંટી ઓક્સિડેંટ જેવા ગુણો રહેલા હોય છે જે અનેક સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓથી બચાવે છે. માટે રોજ રાત્રે ગરમ હળદર વાળુ દૂઘ જરુરથી પીઓ.