ખરાબ કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપચાર અજમાવો


By Vanraj Dabhi18, Nov 2023 10:34 AMgujaratijagran.com

ખરાબ કોલેસ્ટ્રોલથી છુટકારો મેળશે

કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેના વધારાથી હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આવો જાણીએ ન્યુટ્રિશનિસ્ટ રક્ષિતા મેહરા પાસેથી કેટલાક ઘરે બનાવેલા ડ્રિક્સ વિશે જેના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરી શકાય છે.

ટામેટાંનું જ્યુસ

ટામેટાંમાં હાજર એન્ટીઑકિસડન્ટ લાઇકોપીન કોષોને નુકસાન થવાથી બચાવવામાં મદદ કરે છે અને તેમાં કોલેસ્ટ્રોલ ઘટાડતા ફાઇબર પણ હોય છે જેનું સેવન કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકે છે.

દૂધીનું જ્યુસ

તમે દૂધી છીણીને જ્યુસ બનાવી શકો છો. આને પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે એટલું જ નહીં વજન પણ કંટ્રોલમાં રહે છે.

કાકડીનું જ્યુસ

કાકડીમાં રહેલા તત્વો ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. આ ડ્રિક્સ શરીરની અંદર રહેલા ઝેરી તત્વોને પણ દૂર કરે છે.

સફરજનનો જ્યુસ

સફરજનમાં હાજર પેક્ટીન, પોલિફીનોલ્સ અને ફાઈબર શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે. તેના જ્યુસ સિવાય તમે તેને આ રીતે પણ ખાઈ શકો છો.

કેમોમાઈલ ટી

કેમોમાઈલ ટી કોલેસ્ટ્રોલને વધતું અટકાવવામાં મદદરૂપ છે. તેને રોજ પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં હાજર કેટેચિન કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે.

અન્ય ટીપ્સ

આ બધા સિવાય કોકો ડ્રિંક, કોકોનટ વોટર, સોયા મિલ્ક, લેમન વોટર, હર્બલ ટી વગેરે પણ કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

વાંચતા રહો

જો તમે પણ વધતા કોલેસ્ટ્રોલથી બચવા માંગતા હોવ તો આ ડ્રિક્સ પીવો, સ્ટોરી ગમે તો શેર કરો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં મધ ખાવાના ચમત્કારિક ફાયદા વિશે નથી ખબર, ચાલો જાણીએ