જો તમને પણ લાંબા સમય સુધી ડિજિટલ ઉપકરણો પર કામ કરવાને કારણે આંખમાં તાણ અને થાકનો અનુભવ થતો હોય તો આ કેટલીક સરળ અને અસરકારક ઉપાયો અજમાવવથી આંખોને આરામ મેળવી શકો છો.
શરીરનો ગરમાવો આંખોને આરામ આપવામાં મદદ કરી શકે છે. આ માટે બંને હથેળીઓને એકબીજાની સામે ઘસીને તમારી આંખો પર મૂકો, આ આંખના સ્નાયુઓને આરામ આપશે.
આંખોને આરામ આપવા માટે, રૂમમાં આસપાસના પ્રકાશ અનુસાર સ્ક્રીનની બ્રાઇટનેસને એડજસ્ટ કરો.
વધુ નજીકથી સ્ક્રીન જોવાથી આંખોને વધુ તાણ પડી શકે છે માટે આંખોથી ઓછામાં ઓછા એક હાથની લંબાઈ જેટલા અંતરે સ્ક્રીન રાખો.
આપણા આંખોને તાજી રાખવા માટે નિયમિત અને યોગ્ય રીતે ઝબકાવી જરૂરી છે. આ આંખોની કુદરતી ભેજને જાળવી રાખે છે અને સુકાઇ જવાની સમસ્યાઓ અટકાવે છે.
સ્વસ્થ આંખો માટે, દરરોજ 7-8 કલાક ઊંઘ લેવી અનિવાર્ય છે. આની મદદથી આંખના સ્નાયુઓને આરામ મળે છે
આંખોમાં થાક અને સુકાઇ જવાની સમસ્યાને દૂર કરવા માટે, દરેક કલાકે આંખો પર ઠંડું પાણી છાંટવું ન ભૂલો. આ આખોમાં બ્લડ સર્કુલેશન વધારે છે અને તેને તંદુરસ્ત રાખે છે