તમારા વાળને ચમકદાર અને મુલાયમ બનાવવા માટે આ સરળ કેળા-દહીં માસ્ક એકદમ સરળ અને અસરકારક ઉપાય છે. આવો જાણીએ આ માસ્ક બનાવાની રીત વિશે
આ માસ્ક માટે તમારે જરૂર પડશે એક પાકેલું કેળું, એક ચમચી મધ, નારિયેળ તેલ, અને દહીં.
આ માસ્ક બનાવા માટે સૌ પ્રથમ કેળાને સારી રીતે મેશ કરી લો.
બ્લેન્ડરમાં મેશ કરેલા કેળા સાથે બાકીની સામગ્રી ભેગી કરો અને સ્મૂથ પેસ્ટ બનાવી લો.
તમારા વાળમાં આ માસ્ક લગાવીને 20-30 મિનિટ માટે છોડી દો.
હૂંફાળા પાણીથી માસ્કને ધોઈ લો અને સામાન્ય રીતે શેમ્પૂ કરો.
કેળામાં પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, અને સિલિકા હોય છે, જે તમારા વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે.