ઉનાળામા તાપ તડકાના એક્સપોઝરથી ટેનીંગની સમસ્યા રહેતી હોય છે, અને તેનાથી આપણો દેખાવ પણ ખરાબ દેખાય છે. ટેનીંગ દૂર કરવા ઘણા પ્રોડક્ટસ માર્કેટમા ઉપલબ્ધ હોય છે, પરંતુ આજે આપણે એક ઘરેલું ઉપાય વિશે જાણીશું જેની મદદથી તમે ટેનીંગને સરળતાથી દૂર કરી શકો
તડકામાં બહાર જતા પહેલા સનસ્ક્રીનનો ચોક્કસથી ઉપયોગ કરશો આનાથી તમે ટેનિંગથી બચી શકશો
આજે આપણે ટેનીંગ દૂર કરવા બટાકાને કેવી રીતે ઉપયોગમા લઈ શકાય છે તે વિશે જાણીશું.
બટાકામાં પોટેશિયમ રહેલું હોય છે જે ત્વચા પરના ડાઘ અને પિગમેન્ટેશનને ઘટાડવામાં મદદ કરે છે
બટેટાને સારી રીતે ધોઈ લો અને પછી તેને છીણી લો. આ પછી તેનો રસ કાઢીને ચહેરા પર લગાવો.
15-20 મિનિટ સુધી રસને લગાવી રાખો અને પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. પાણીથી ધોયા પછી તમારી ત્વચા એકદમ સાફ દેખાવા લાગશે.
આ ઘરેલું ઉપાય તમારે અઠવાડિયામાં બે વાર કરવાનો રહેશે, આમ કરવાથી તમને સારુ અને સકારાત્મક પરિણામ મળશે
આવા જ વધુ સમાચાર વાંચવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ