તમે શાકમાં ટામેટાની ખટાસ ઘટાડવા માટે ખાંડનો ઉપયોગ કરી શકો છો. એક ચમચી ખાંડ શાકનો ટેસ્ટ બેલેન્સ કરે છે.
બેકિંગ સોડા શાકમાં રહેલા ટામેટાની ખટાસને બેલેન્સ કરવા માટે ઉત્તમ છે. આ માટે શાકમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરો અને 4 મિનિટ સુધી શાકને પકાવો.
બટાકાને છોલીને 4 કટકા કરી લો અને આને ગ્રેવી સાથે મિક્સ કરીને પકાવો. ગ્રેવી તૈયાર થયા પછી બટાકાને કાઢી લો, તમે જોઇ શકો છો કે ગ્રેવીમાંથી ખટાસ ઓછી થઇ જાય છે.
માર્કેટમાં મળતી ક્રિમને શાકમાં મિક્સ કરીને તમે શાકની ખટાસને બેલન્સ કરી શકો છો. આ ખૂબ જ સરળ ઉપાય છે.
કાજુની પેસ્ટ નાંખીને તમે કોઇ પણ શાકની ખટાસ ઓછી કરી શકો છો. આ માટે શાકમાં 4-5 ચમચી કાજુની પેસ્ટ મિક્સ કરી દો.
ટામેટાની ખટાસને બેલન્સ કરવા માટે તમે નારિયળનું દૂધ પણ મિક્સ કરી શકો છો. આનાથી શાકનો ટેસ્ટ પણ સારો થાય છે.
જો તમારી જોડે પનીર હોય તો. તમે શાકમાં પનીરના ટૂકડા મિક્સ કરી શકો છો તેનાથી ખટાસ બેલેન્સ કરી શકો છો.