ચહેરા પર ખીલ થયા પછી ત્વચામાં લાલાશ દેખાવા લાગે છે અને ચહેરાનો દેખાવ ખરાબ કરે છે. આને દૂર કરવા માટે તમે અસરકારક ઘરગથ્થુ ઉપચાર અપનાવી શકો છો
થોડા બરફના ટુકડાને કાપડમાં લપેટી ખીલ પર હળવે થી મસાજ કરો, આથી લાલાશ ઘટશે અને સોજો શાંત થશે.
ગ્રીન ટીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો સોજો ઓછો કરવામાં મદદ કરે છે. ગ્રીન ટી બેગને ઠંડુ કરી, તેને ખીલ પર 10-15 મિનિટ માટે લગાવો, જેનાથી લાલાશ અને સોજો ઓછો થાય છે.
એલોવેરામાં રહેલા એન્ટી ઇફ્લામેટરી ગુણો ત્વચાની બળતરા અને લાલાશ ઘટાડવામાં મદદ કરે છે. ખીલ પર એલોવેરા જેલની પાતળી લેયર લગાવો અને તેને સૂકવા માટે 10-15 મિનિટ રહેવા દો
ખીલ પર મધ લગાવો, આથી લાલાશ ઓછો થાય છે અને ત્વચા નરમ બને છે.
દૂધમાં કોટન પેડ ડુબાવીને ખીલ પર લગાવવાથી છિદ્રો સાફ થાય છે અને ખીલના બ્રેકઆઉટ્સ ઘટાડે છે.
કાકડીમાં ત્વચાના છિદ્રોને ટાઈટ કરવાના ગુણધર્મો છે. ખીલ પર કાકડીની સ્લાઈસ મૂકો અને 10-15 મિનિટ માટે રાખો, આથી લાલાશ અને સોજો ઘટશે.