Cleaning Tips: ગેસ સ્ટોવની જ્યોત ધીમી થઈ ગઈ છે, ફોલો કરો આ ટીપ્સ


By Smith Taral14, Aug 2024 03:05 PMgujaratijagran.com

ઘણી વખત ગેસની જ્યોત ધીમી થઈ જતી હોય છે કારણ કે બર્નરમાં ગંદકી ફસાઈ જતી હોય છે. તમે આ ટીપ્સને ફોલો કરી બર્નરને સ્વચ્છ કરી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો.

ખાવાના સોડા

રસોઈ કરતી વખતે, જો બર્નર પર ખોરાક પડે અને તેના છિદ્રોમાં ગંદકી જમા થઈ જાય, તો જ્યોત બરાબર બળતી નથી. ખાવાના સોડાની મદદથી આ ગંદકીને દૂર કરી શકાય છે.

સફાઈ કેવી રીતે કરવી?

પહેલા, ગરમ પાણીમાં ખાવાનો સોડા ઉમેરો અને બર્નરને થોડા સમય માટે આ મિશ્રણમાં પલાળો. પછી, ટૂથપીકની મદદથી બર્નરના છિદ્રોને સારી રીતે સાફ કરો. અંતમાં, બર્નરને સ્વચ્છ પાણીથી ધોઈને સૂકવી દો.

સરકો

બર્નરને 30 મિનિટ માટે સરકો અને પાણીના મીક્પસરમાં પલાળો અને પછી તેને સૂકવી લો.

લીંબુ અને મીઠા સાથે સફાઈ

પાણી ગરમ કરો, તેમાં લીંબુનો રસ અને મીઠું ઉમેરો. આ મિશ્રણમાં બર્નરને 12 કલાક સુધી મૂકી રાખો.

લીંબુ વડે કાળા પડેલા વાસણને કેવી રીતે સાફ કરવું?