મોંઢામાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો, તો આ ઘરેલુ ઉપાયો અજમાવવાથી દૂર થશે સમસ્યા


By Sanket M Parekh2023-05-17, 16:16 ISTgujaratijagran.com

ગ્રીન ટીથી કોગળા કરો

ગ્રીન ટીના ઉપયોગથી મોંઢાની દુર્ગંધને ઓછી કરી શકાય છે. જેમાં એન્ટીઑક્સિડેન્ટ ભરપુર પ્રમાણમાં હોય છે. જે શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે.

ભરપુર પાણી પીવો

પાણીની કમીના કારણે પણ મોંઢામાંથી વાસ આવે છે. એવામાં દિવસમાં ભરપુર પાણી પીવું જોઈએ. જેથી તમને મોંઢામાંથી આવતી દુર્ગંધમાંથી રાહત મળી શકે છે.

ફૂદીનાનો ઉપયોગ કરો

શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે તમે ફૂદીનાના પત્તાનું સેવન કરો. ફૂદીનાના પત્તાને તમે ચાવી શકો છો અથવા તેની ચાથી કોગળા પર કરી શકો છો.

લવિંગનો ઉપયોગ

ખાધા પછી કાયમ એક લવિંગ ચાવવું જોઈએ. જેનાથી દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે. લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે શ્વાસની દુર્ગંધથી છૂટકારો અપાવી શકે છે.

નારિયેળનું તેલ

નારિયેળના તેલના કોગળા કરવાથી પણ મોંઢાની દુર્ગંધ દૂર કરી શકાય છે. આ માટે દરરોજ 10 મિનિટ સુધી ઑઈલ પુલિંગ કરો

સરસવનું તેલ

સરસવના તેલમાં થોડું મીઠુ મિક્સ કરો અને આંગળીની મદદથી તેને પેઢા પર મસાજ કરો. જેથી પેઢા મજબૂદ થશે અને મોંઢામાંથી વાસ પણ નહીં આવે.

તુલસીના પત્તા ચાવો

મોંઢાની દુર્ગંધને દૂર કરવા માટે તુલસીના પત્તા કારગર ઈલાજ છે. જેના રોજિંદા સેવનથી તમને મોંઢાની દુર્ગંધ દૂર કરવામાં રાહત મળી શકે છે.

શું ગરમીમાં આવે છે ચક્કર? તો આ ઘરેલુ ઉપાય કરશે તમારી મદદ