શું ગરમીમાં આવે છે ચક્કર? તો આ ઘરેલુ ઉપાય કરશે તમારી મદદ


By Sanket M Parekh2023-05-17, 16:10 ISTgujaratijagran.com

પાણી ભરપુર પીવો

ગરમીમાં ચક્કર આવવા પાછળ ડીહાઈડ્રેશન મુખ્ય કારણ હોય છે. જેનાથી બચવા માટે તમારે ભરપુર પાણી પીવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું 3-4 લીટર પાણી પીવો. જેથી શરીરમાં પાણીની કમી નહી થાય.

લીંબુ પાણી

ચક્કર આવે અથવા ચક્કર જેવું લાગે તો, તમે લીંબુ પાણી પી શકો છો. જેને પીવાથી મોંઢામાં સ્વાદ પણ સારો થાય છે અને શરીરમાં એનર્જી પણ આવે છે. જેથી ચક્કરથી બચી શકાય છે.

સૂકા ધાણા

જો તમને વારંવાર ચક્કર આવવાની સમસ્યા હોય, તો એવામાં સૂકા ધાણીનો ઉપયોગ કરી શકો છે. આ માટે રાતમાં દાણાને આમળા સાથે પલાળીને રાખી દો અને સવારે ઉઠીને આ પાણીને ગાળીને પી લેવું જોઈએ.

આદુની ચા

ચક્કર આવવાની સમસ્યામાં આદુની ચા પીવી શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. અનેક વખત મહિલાઓમાં મૉર્નિંગ સિકનેસના કારણે પણ ચક્કર આવે છે. એવામાં સવારે આદુની ચા પીવાથી શરીરમાં ફ્રેશનેસ આવે છે અને ચક્કર આવવાની સમસ્યા

જ્યૂસ પીવો

ચક્કર આવવા પાછળ થાક અને નબળાઈ પણ મોટું કારણ હોઈ શકે છે. એવામાં ફ્રૂટ જ્યૂસ પીવું જોઈએ. જેથી શરીરને જરૂરી પોષક તત્ત્વો મળવા ઉપરાંત પાણીની કમી પણ દૂર થાય છે.

18 મે 2023નું રાશિફળ | Your Daily Horoscope Today May 18, 2023