ગરમીનું આગમન થઈ ગયું છે તેવામાં આપણે A.C, પંખા અને ફ્રીજ જેવા ઉપકરણનો ઉપયોગ વધું કરીએ છીએ. અને તેમા વીજળીનું બિલ પણ ઝડપથી વધે છે. ચાલો જાણીએ કેવી રીતે આપણે બિલને ઘટાડી શકીએ છીએ.
તમારે ક્યારેય પણ સૌથી નીચા તાપમાને AC નો ઉપયોગ ન કરવો જોઈએ. લોકોને લાગે છે કે 16 ડિગ્રી પર AC વાપરવાથી તેઓ ઠંડુ રહે છે, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીના અનુસાર, માનવ શરીર માટે આદર્શ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ છે
જો કોઈ ઇલેક્ટ્રિક એપ્લાયન્સનો તમે તેનો ઉપયોગ ન કરતા હોવ તો પાવર સ્વીચ બંધ કરો. મોટાભાગે લોકો રિમોટ વડે AC બંધ કરી દે છે, પરંતુ પાવર સ્વીચ ચાલુ જ રાખે છે. આનાથી વીજળીનું બીલ વધું આવે છે.
ACમાં ટાઈમર સેટ કરો છો જેથી AC આપોઆપ બંધ થઈ જાય છે. તેનાથી તમારું વીજળીનું બિલ પણ ઘટી શકે છે.
એર કંડિશનરને પણ સમય પર મેઈન્ટેનન્સની જરૂર હોય છે. આપણે આખા વર્ષ દરમિયાન AC નો ઉપયોગ કરતા નથી, તેથી સમય સમય મેઈન્ટેનન્સ રાખવું જરુર છે
જો તમે એર કંડિશનરનો ઉપયોગ કરતા પહેલા રૂમની બારીઓ અને દરવાજા બરાબર બંધ છે તેની ચકાસણી કરી લો, જેથી કરીને તમારો રૂમ ઝડપથી ઠંડો થઈ શકે છે.