Bell Fat: લીંબુથી પેટની જિદ્દી ચરબી કેવી રીતે ઉતારશો?


By Sanket M Parekh16, Mar 2025 04:14 PMgujaratijagran.com

સ્વાસ્થ્ય માટે રામબાણ

લીંબુનું સેવન સ્વાસ્થ્ય માટે રામબાણ મનાય છે. આ સાથે જ તે અનેક સમસ્યામાં ફાયદેમંદ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ, લીંબુથી પેટની ચરબી કેવી રીતે ઘટાડી શકાય છે

લીંબુથી પેટની ચરબી ઉતારો

લીંબુની મદદથી પણ પેટની ચરબી ઓછી કરી શકાય છે. આ માટે તમે અલગ-અલગ રીતે લીંબુનો ઉપયોગ કરી શકો છો.

મેટાબૉલિઝમ વધારે

લીંબુનું સેવન કરવાથી શરીરમાં મેટાબૉલિઝમ ઝડપથી વધે છે. જેના પરિણામે પેટની ચરબી ઓછી કરવામાં ઘણી મદદ મળે છે. આ સાથે ભૂખ પણ ઓછી લાગે છે.

લીંબુનું પાણી પીવો

પેટની ચરબી ઓગાળવા માટે તમારે દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધો લીંબુનો રસ મિક્સ કરીને પીવો જોઈએ. આમ કરવાથી ચરબી ફટાફટ ઓગળવા માંડશે.

લીંબુ અને મધ

પેટની ચરબી ઉતારવા માટે તમે લીંબુ પાણીમાં અડધી ચમચી મધ મિક્સ કરીને પણ પી શકો છો. જેનાથી જીભને સ્વાદ પણ સારો આવશે અને ચરબી પણ ઉતરશે.

લીંબુની છાલનું પાણી

પેટની ચરબી ઉતારવા માટે એક ગ્લાસ પાણીમાં લીંબુની છાલ નાંખીને તેને ઉકાળો. જે બાદ તેને ગાળીને નિયમિત પીવાથી ફાયદો થાય છે.

હેલ્ધી લાઈફસ્ટાઈલ

લીંબુનું સેવન કરવા સાથે જ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી જોઈએ. જેમાં હાઈ ફાઈબર ફૂડ્સ ખાવા સાથે નિયમિત એક્સરસાઈઝ કરવાથી પણ પેટની જિદ્દી ચરબી પીગળવા માંડશે.

Rapid Weight Loss Risks: ઝડપથી વજન ઉતારવા જતાં આ બીમારીઓ થઈ શકે છે