ઠંડીમા આંખોની સંભાળ લેવી ખૂબ જ ફાયદાકારક છે. ઠંડીમા સૂકાપણાના કારણે આંખમા ખંજવાળ જેવી સમસ્યાઓ થવા લાગે છે. તેવામા આંખોને સુરક્ષિત રાખવા માટે તમે કેટલીક ટીપ્સને અનુસરી શકો છો.
ઠંડીમા લોકો પાણી પીવાની માત્રા ઓછી કરી દે છે જેના કારણે શરીર તથા આંખોની સમસ્યા ઉભી થાય છે. માટે ઠંડીમા રોજનુ 2 લિટર પાણી પીઓ.
ઘરથી બહાર નીકળતા આંખોને ઠંડી હવા લાગે નઈ એટલા માટે ચશ્મા પહેરવાનુ ભૂલશો નહીં. ચશ્મા પહેરવાથી આંખોમા કોમળતા બની રહે છે.
ઠંડીમા પોતાને ગરમ રાખવા માટે લોકો હીટરનો ઉપયોગ કરતા હોય છે. હીટરમા લાંબા સમય સુધી બેસી રહેવાથી આંખો સૂકાઈ જાય છે. એટલા માટે ઠંડીમા હીટરથી બની શકે તેટલુ દૂર રહો.
ઠંડીમા આંખોના સ્વાસ્થ્યને જાળવવા માટે તમે ગુલાબ જળનો ઉપયોગ કરી શકો છો. ગુલાબ જળમા રહેલા એંથોસાયનિન આંખોમા કોમળતા બનાવી રાખવામા મદદ કરે છે.
આંખોમા કોમળતા બનાવી રાખવા માટે ઘરે જ હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી આંખોને ફાયદા મળે છે.