ઘણા દિવસોથી સાફ નથી પેટ, આ 5 જ્યૂસ અપાવશે રાહત


By Hariom Sharma07, Dec 2023 03:14 PMgujaratijagran.com

પેટ

જો કોઈ વ્યક્તિનુ પેટ ઘણા દિવસોથી સાફ નથી તો કોઈ પણ કામમા તેનુ મન લાગતુ નથી. કબજિયાતના કારણે ક્લાકો સુધી બાથરુમમા બેસી રહેવા છત્તા પણ પેટ સાફ થતુ નથી. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો કેટલાક ટેસ્ટી એને હેલ્થી જ્યૂસનુ સેવન કરી શકો છો.

લીંબૂનો રસ

લીંબૂમા વિટામિન સી અને એંટી ઓક્સીડેંટ ગુણ હોય છે. તેનાથી પેટ સંબધિત સમસ્યાઓનો સામનો કરવામા મદદ મળે છે. કબજિયાતમા રાહત મેળવવા માટે નવસેકા ગરમ પાણીમા લીંબૂનો રસ ઉમેરીને સેવન કરો.

સફરજનનો જ્યૂસ

સફરજનનો જ્યૂસ પીવામા ખૂબ જ ટેસ્ટી હોય છે, તેમા વિટામિન સી,ઈ, કે, એ અને ફોલેટ જેવા તત્વ મળી આવે છે. આ બધા જ પોષકતત્વો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે કબજિયાતની સમસ્યામા રાહત મેળવવા માટે તમારે સફરજનનો જ્યૂસ ઓછી માત્રામા પીવો જોઈએ.

સંતરાનો જ્યૂસ

સંતરામા એંટી ઓક્સીડેંટ અને ફાઈબર ગુણ હોય છે. તે પાચનતંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. આ જ્યૂસને કારણે તમે પેટમા દુખાવો, ક્રેમ્પ જેવી સમસ્યાઓ માથી રાહત મેળવી શકો છો.

ગાજરનો જ્યૂસ

ઠંડીમા ગાજર ખૂબ જ સારી એવી માત્રામા વેચાય છે. ગાજરમા બીટા કેરોટીન અને ફાઈબરની માત્રા વધુ હોય છે. તે પાચનતંત્રને સુધારવામા મદદ કરે છે. આ ઉપરાંત તે પેટને સાફ કરવામા મદદ કરે છે.

મિક્સ વેજિટેબલ જ્યૂસ

મિક્સ વેજિટેબલ જ્યૂસ માત્ર પેટ જ નહીં પણ તમારા પૂરા શરીરને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. આ જ્યૂસમા કોબી, પાલક, ટમાટર, ગાજર, દૂધી, કારેલા વગેરે શાકભાજીનો સમાવેશ થાય છે. તેને પીસીને બનાવવામા આવતા જ્યૂસથી કિડની અને લિવર પણ સાફ થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શિયાળામાં પલાળેલી ખારેક ખાવાના ફાયદા નથી ખબર! ફિકર નોટ, ચાલો જાણીએ