દર વર્ષે દિવાળી નજીક આવતાની સાથે સાથે હવાનું પ્રદુષણ પણ વધવા લાગે છે. ના માત્ર દિવાળી પણ હવાનું પ્રદુષણ વધવાનાં ઘણા અન્ય કારણ પણ હોય શકે છે.
હવાનાં પ્રદુષણની અસર આપણી ચામડી અને વાળ પર પણ પડે છે. ચલો જાણીએ વધતા પ્રદુષણની અસરથી વાળનો બચાવ કંઈ રીતે રાખી શકાય.
રોજ બહાર ફરવાથી વાળમાં માટી જામી જાય છે. હવાનાં પ્રદુષણથી વાળમાં ખંજોર, ડેંડ્રફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સમસ્યાઓથી બચવા માટે તમારે વાળને નિયમિત ધોવા જોઈએ.
જ્યાં સુધી હવાનું પ્રદુષણ ઓછું ન થાય ત્યાં સુધી જ્યારે પણ બહાર નીકળો ત્યારે તમારા વાળને ઢાંકીને રાખો. વાળને સારી રીતે ઢાંકવા અને માટીનાં કણોથી બચાવવા તમે સ્કાર્ફ અથવા દુપટ્ટાનો ઉપયોગ કરી શકો છો.
વાળના સારા સ્વાસ્થ્ય માટે તમે ભોજનમાં કેટલીક વસ્તુંઓ સામેલ કરી શકો છો. વાળમાં થતી પ્રદુષણની અસરને ઓછી કરવા સંતુલન ડાયટ અનુંસરવુ ફાયદારુપ સાબિત થાય છે.
વાળની મજબૂતાઈ વધારવા માટે વાળમાં નિયમિત તેલ લગાવાનું રાખો. વાળમાં તેલ લગાવવાથી વાળના મૂળીયા મજબૂત બને છે અને વાળ ખરવાનું ખરવાનું બંધ થાય છે.
સલ્ફેટ ફ્રિ સૈંપૂ ઉપયોગ કરીને પણ તમે વાળની સંભાળ રાખી શકો છો. એટલું જ નહીં તેના ઉપયોગથી તમે વાળમાં થતી પ્રદુષણની અસરને ઓછી કરી શકો છો.