ઉનાળામાં આગ ઝરતી ગરમીથી ત્વચા પર બળતરા થવા લાગે છે,કારણ બને છે, આંખોનું શું થશે? આવો જાણીએ આ કાળઝાળ ગરમીમાં આંખોની સંભાળ કેવી રીતે રાખવી.
ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે.તેનાથી સ્કિન ગ્લોઇંગ રહે છે અને આંખોને આંતરિક રીતે ઠંડક આપે છે.
બહાર જતી વખતે હંમેશા સનગ્લાસ પહેરો. આ આંખોને બહારની ગરમ હવાથી બચાવે છે.
ઉનાળામાં બહાર જતી વખતે તમે માથાને સ્કાર્ફ અથવા ટોપીથી કવર કરી લો.આ આંખોને સૂર્યપ્રકાશથી બચાવે છે.
શક્ય હોય તો આ કાળઝાળ ગરમીમાં બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ,કારણ કે બપોરના સમયે સૂર્યના સીધા કિરણો માથા અને આંખોને અસર કરે છે.
આંખોને વારંવાર સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ.કારણ કે હાથ પરની બહારની ધૂળ અને ગંદકી આંખોમાં ઈન્ફેક્શનનું કારણ બની શકે છે.
આંખોને આરામ આપવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે,તેથી દરરોજ ઓછામાં ઓછા 8-9 કલાકની ઊંઘ લેવી જોઈએ.
જો તમારે આંખોને ઠંડક આપવી હોય તો કાકડી,બટેટા અથવા ગુલાબજળમાં રૂ પલાળી દો અને તેને આંખો પર લગાવવાથી. તેનાથી આંખોને આરામ મળે છે.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.