કોલેસ્ટ્રોલ શરીરમા સેલ્સના નિર્માણ સહિત હોર્માન્સ અને વિટામિનના નિર્માણમા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ચલો જાણીએ કે શિયાળાની ઋતુમા કંઈ રીતે શરીર માથી ખરાબ કોલેસ્ટ્રોલથી બચાવ કરી શકાય છે.
શરીરમા સારુ અને ખરાબ એમ બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. શરીરમા ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી અનેક સમસ્યા પેદા થવાનુ જોખમ વધી જાય છે.
ખરાબ કોલેસ્ટ્રોલનુ પ્રમાણ વધી જતા તે શરીરની લોહીની ધમનીઓમા જમા થઈ જાય છે. જેના કારણે હાર્ટ અટૈકનુ જોખમ વધવા લાગે છે.
જો તમારા શરીરમા ખરાબ કોલેસ્ટ્રોલ વધી રહી છે તો ઠંડીમા વધારે સાવચેતી રાખવી જરુરી છે.
ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવા માટે સ્મોકિંગ અને આલ્કોહોલનુ સેવન કરવાથી બચવુ જોઈએ. બ્લડ પ્રેશર અને ફેફસાની સમસ્ચા ધરાવતા લોકોએ ધૂમ્રપાનની દૂર રહેવુ જોઈએ.
નિયમિતપણે રોજ કસરત કરવાથી વ્યક્તિ હંમેશા ફિટ અને સ્વસ્થ રહે છે. તમે રોજ કાર્ડિયો, વોકિંગ, રનિંગ, સ્વિમંગ વગેરે કરી શકો છો.
ઠંડીમા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવા માટે તમે દલિયા અને જૂઈનુ સેવન કરી શકો છો. સલાડ, અંકુરિત અનાજ, સફરજન, શેરડી વગેરે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામા મદદ કરે છે.
પામોલિયન ઓઈલ, નાળિયેર તેલ અને રિફાઈન્ડ ઓઈલ ઉપયોગ ન કરવો જોઈએ. ખરાબ ખાવાપીવાની આદતો પણ ઝડપથી ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે.