શિયાળામાં જરૂર પીવો તજનો ઉકાળો


By Sanket M Parekh06, Dec 2023 03:59 PMgujaratijagran.com

તજ અને આદુનો ઉકાળો

સિઝનલ બીમારીઓથી બચવા માટે તમારી ઈમ્યુનિટી સારી હોય, તે જરૂરી છે. આ માટે તમારે તજ અને આદુથી બનેલ ઉકાળાનું સેવન કરી શકો છો. આ ઉકાળાને પીવાથી શરદી-ઉધરસ અને વાયરલ ઈન્ફેક્શન જેવી સમસ્યાઓથી બચી શકાય છે.

ઉકાળો ફાયદેમંદ કેમ?

તજમાં થાયમિન, કેલ્શિયમ, નિયાસિન, વિટામિન અને પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો મળી આવે છે. જ્યારે આદુમાં વિટામિન-સી, આયરન, જિંક અને ક્રોમિયમ જેવા તત્વો હોય છે.

ઉકાળો બનાવવાની રીત

આ ઈમ્યૂનિટી બુસ્ટર ઉકાળો બનાવવા માટે તમારે આદુ અને તજને પાણીમાં 15 થી 20 મિનિટ સુધી ઉકાળવાા રહેશે. જે બાદ એક કપમાં પાણી ગાળી લો. જો તમે ઈચ્છો તે તેમાં મધ એડ કરી શકો છો. જાણો તેના અન્ય ફાયદા

વેટ લૉસ

વજનને કંટ્રોલ કરવા માટે તમે તજ અને આદુના ઉકાળાનું સેવન કરી શકો છો. જેમાં રહેલ પોષક તત્વો વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

શરદી-ઉધરસ

શરદી-ઉધરસથી બચવા માટે તમે તજ અને આદુનો ઉકાળો પી શકો છે. જેમાં રહેલ એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ શરદી-ઉધરસની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

સાંધામાં દુખાવો

શિયાળામાં થતા સાંધામાં સોજા અને દુખાવાની સમસ્યાથી બચવા માટે તમે તજ અને આદુનો ઉકાળો પી શકો છે. જેમાં ઈન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ આવે છે, જે સોજાને ઓછા કરવામાં મદદ કરે છે.

ગાડીમા બેસતા જ થાય છે ઉલ્ટી, અપનાવો આ ઉપાય