Health Tips: ફરીથી ડરાવી રહ્યો છે કોરોના, હવે સંક્રમણથી બચવા શું કરશો?


By Sanket Parekh07, Apr 2023 04:27 PMgujaratijagran.com

નવો વેરિએન્ટ આવ્યો

કોરોનાની વૅક્સિન લેવાના કારણે સંક્રમણનો ખતરો જરૂર ઓછો થયો છે. જો કે મહામારી નવા-નવા વેરિએન્ટ સાથે સામે આવી રહી છે.

સંક્રમણથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય

દરેક વેરિએન્ટમાં કંઈક નવા લક્ષણો સામે આવે છે. માસ્ક પહેરવું કોરોનાથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.

આવી રીતે ફેલાય છે કોરોના

કોરોના વાયરસ છીંકવા, ઉધરસ ખાવાથી તેમજ સંક્રમિત દર્દીના સંપર્કમાં આવવાથી વધારે ફેલાય છે.

સ્વાસ્થ્ય સાથે ચેડા ના કરો

કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવવા લાગ્યાં છે. માસ્ક ના પહેરીને લોકો પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યાં છે.

સૌથી સામાન્ય લક્ષણ

તાવ, ઉધરસ, નાક બંધ થવું, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ કોરોનાના સૌથી સામાન્ય લક્ષણો છે.

માંસપેશીઓમાં દુખાવો

માંસપેશીઓમાં દુખાવા સહિત કેટલાક અન્ય લક્ષણો પણ સામે આવ્યા છે. કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સતર્ક રહેવાની જરૂર છે.

માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો

માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો તેમજ વારંવાર સાબુથી હાથ ધોવો અને સેનેટાઈઝરનો ઉપયોગ કરો.

હેન્ડવૉશ

ગંભીર બીમારીઓની સારવાર લઈ રહેલા દર્દીઓથી દૂર રહો. સારી રીતે હાથ ધોયા બાદ જ ચહેરો ધોવો જોઈએ.

શું ડાયાબિટીસમાં શેરડીનો રસ પીવો સુરક્ષિત છે? - ગરમી જોર પકડે તે પહેલા જાણી લો