ટામેટાંને લાંબા સમય સુધી તાજા રાખવા માંગતા હોવ તો આ ટ્રીક્સ અપનાવો


By Smith Taral01, Aug 2024 04:47 PMgujaratijagran.com

હાલ ટામેટાનો ભાવ આસમાને પહોંચી ગયો છે, તેવામાં જો ઘરે લાવેલા ટામેટા ઝડપથી બગડી જાય તો ભારે નુકસાન થાય છે. આવો જાણીએ ટામેટાને સ્ટોર કરવાની કેટલીક ટ્રીક્સ વિશે જેનાથી લાંબા સમય સુધી ટામેટા તાજા રહી શકે

સૂકવી લો

બજારમાંથી ટામેટા લાવીને તેને સારી રીતે ધોઈને સુકવી લો. ટામેટામાં પાણી રહી જવાથી તે ઝડપથી બગડી જઈ શકે છે

ફીજમા ગોઠવીને મુકો

ફ્રીજમાં ટામેટાને એક ઉપર એક ન મુકશો, ટામેટાને નજીક નજીક મુકવાથી તે ઝડપથી બગડી શકે છે

ફીજ ન હોય તો આમ સ્ટોર કરો

જો તમારા ઘરમા ફ્રીજ ન હોય તો ટોપલીમાં છાપું પાથરી તેની ઉપર ટામેટા મુકો, તેના પર ફરી બીજું છાપું મુકી પછી ટામેટા મુકો. આ રીતે સ્ટોર કરવાથી ફ્રીજની બહાર પણ તાજા રહેશે.

સફરજના બોક્સમાં સ્ટોર કરો

સફરજના બોક્સમાં ટામેટા રાખવાથી તે લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે

બદામને ઝડપથી અને સરળતાથી છોલવા માટે આ ટ્રીક અપનાવો