બદામને છોલીને ખાવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે, પરતું બદામને છોલવું કઠીન લાગે છે. અને આ માટે તમે કેટલીક હેક્સ અપનાવી શકો છો. આવો જાણીએ
બદામને પહેલા બાફી લઈને તેને ઠંડા પાણીમાં નાખો, તાપમાન તરત જ ફેરફાર થવાથી બદામનો છોતરા સરળતાથી નીકળી જશે
જો તમારી જોડે પૂરતો સમય હોય તો તમે બદામને ઓવરનાઈટ પલાળી દો. સવારમાં તેની છાલ સરળતાથી નીકળી જશે
આ ટ્રીકમાં બદામને કીચન ટોવલમાં લઈને તેને રોલ કરી લો અને ઉપરથી દબાણ આપી તેને આગળ પાછળ કરો, આમ કરવાથી બદામની છાલ સરળતાથી ઉતરી જશે
માઈક્રોવેવમાં ડેમ્પ કીચન ટાવલ મુકી તેની પર બદામ રાખી દો તેના પર બીજો ટાવલ પાથરી 10 સેકન્ડ સુધી તેને ગરમ કરવા મુકો, આમ કરવાથી બદામની છાલ સરળતાથી નીકળી જશે.
બદામને ફીઝરમાં ફ્રીઝ કરી લો પછી તેને કીચન ટાવલમાં મુકી હળવું પ્રેશર આપી રોલ કરો.